E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratBanaskantha : બનાસકાંઠામાં ફિલ્મી ગીતોના તાલે અને નોટોના વરસાદ સાથે લગ્નમાં...

Banaskantha : બનાસકાંઠામાં ફિલ્મી ગીતોના તાલે અને નોટોના વરસાદ સાથે લગ્નમાં ફાયરિંગનો વીડિયો વાયરલ

બનાસકાંઠામાં રાજપૂત સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું છે અને ઓગડ તાલુકામાં વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે અને ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે.બનાસકાંઠા રાજપૂત સમાજના બંધારણને નેવે મૂકતો વીડિયો વાયરલ થયો છે જેમાં વરઘોડામાં નોટોના વરસાદ સાથે બંદૂકના ભડાકા કર્યા અને કાંકરેજ વિભાગમાં રાજપૂત સામજમાં DJ પર પ્રતિબંધ મૂકાયો છે તેમ છત્તા જાહેરમાં ડીજે વગાડીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને સમાજના નિયમોનું ઉલ્લંઘન થયું હતુ.

હમ હૈ તો ક્યા ગમ હૈ પ્યારે ગીત પર નોટોના વરસાદ સાથે બંદૂકના ભડાકા થયા હતા અને લોકો લગ્નનના વરઘોડામાં નાચ્યા હતા, દરબાર (રાજપૂત) સમાજના લગ્ન વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને કાંકરેજ વિભાગના રાજપૂત સમાજના મહાસંમેલનમાં ડીજે બેન્ડ પર પ્રતિબંધ છે તેમ છતાં ઉલ્લંઘન કર્યુ હતુ. લગ્ન પ્રસંગે દિકરા અને દિકરીબાની સગાઈમાં એક દાગીનો, સગાઈની સાડી, શ્રીફળ અને પહેરામણી 2100 રૂપિયા લેવી તેવા નિયમ બન્યા હતા સાથે સાથે ડીજે તથા બેન્ડ લાવવું નહી તેવા નિયમો બન્યા હોવા છત્તા ઉલ્લંઘન કરાયું હોવાની વાત સામે આવી છે.

તો પોલીસે પણ આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધી નથી, જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતુ તે બંદૂક કોની છે અને કોણ લાવ્યું હતુ અને લાયસન્સ વાળી છે કે નહી, તેની પણ કોઈ તપાસ કરવામાં આવી નથી, ત્યારે પોલીસ આ મામલે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી છે, વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ કરવું તે પણ ગુનો જ બને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments