બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથક અને કોદરામ.કાલેડા.પીલુચા.રૂપાલ વડગામ અને જલોત્રા સહિતની સોમીલોની લેખિત રજૂઆતો જિલ્લા કલેકટર વડગામ મામલતદાર તાલુકા સ્વાગત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવેલ છે

જેમાં મુક્તેશ્વર.કાલેડા.જુનીસેધણી. અશોગઢ.જેવા પહાડી વિસ્તારોમાંથી દિવસનું લાખો ટન લીલા વૃક્ષોનુ કતલેઆમ કરી સોમીલોમાં રાત્રીના સમયે મોટા પાયે લીલાં લાકડાઓ ઠલવાતા જોવાં મળે છે જે બાબતે જિલ્લા કલેકટર.તાલુકા સ્વાગત સહિત ગુજરાત રાજ્યના પ્રવાસન. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પયૉવરણ મંત્રીશ્રીના અંગત સચિવશ્રીનો ભલામણ પત્ર તા.૬/૩/૨૦૨૫ ના રોજ બનાસકાંઠા જિલ્લાના નોર્મલ રેન્જના જવાબદાર અધિકારીઓ અને અરજદાર પર મોકલવામાં તો આવ્યો પરંતુ ભષ્ટ્રાચારમા ગળા ડુબ નોમૅલ રેન્જના જવાબદાર અધિકારીઓ અને વડગામ તાલુકાની નોમૅલ રેન્જ ઓફિસ પાલનપુર તાલુકાના હાથીદ્દા ગામે આવેલ હોય જેથી અધિકારીઓની મનમાની અને હપ્તા અને સૌમિલોના માલીકોના રાજકીય ખેસ ધારણ કરેલ હોવાથી સોમીલોમા બિન કાયદેસર લાકડાં અને રહેઠાણ વિસ્તારમાં ચાલતી સોમીલોમા રાત્રીના સમયે ખેડુતોની ખેતીમાં વપરાતા નંબર વગરના ટ્રેકટરો કોમર્શિયલોમાં ફરતા ટ્રેક્ટરોના વિમો પાર્સીગ કે નંબરો જોવા મળતા નથી ત્યારે મામલતદાર આરટીઓ અને પોલીસ દ્વારા કોમર્શિયલ હેતુનો ઉપયોગ થતાં ટ્રેકટરોમા ઓવર લોડ ભરાતા બિન કાયદેસર લાકડાઓની તપાસ કેમ કરવામાં આવતી નથી જેવા મામલતદાર કચેરીના સકૅલો.ગ્રામ પંચાયતોના સરપંચો.તલાટીઓ અને પોલીસની રહેમ નજર ગણો કે હપ્તા નિતી ગણો જેના કારણે અરજદારો તાલુકા સ્વાગત તેમજ જિલ્લા કલેક્ટર સહિત રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના ભલામણ લેટરોને ૭ થી ૮ મહિના જેટલો સમય થવા છતાં પણ જિલ્લાના જવાબદારો મંત્રીના આદેશોને ધોળીને પી જતા હોય અને મંત્રી અને મુખ્યમંત્રી આ બાબતે ચુપ રહે ત્યારે નોમૅલ રેન્જના બનાસકાંઠા જિલ્લાના જવાબદારોની તપાસ કોણ ! કરશે ? તેવા સવાલો તાલુકાના લોકો કરી રહ્યા છે ત્યારે મંત્રીઓ ડોર ટુ ડોર પ્રજાના પ્રશ્નોને સોલ કરે પરંતુ મંત્રીના ભલામણ લેટરો સાત થી આઠ મહિના સુધી પાલનપુરની જિલ્લા કચેરીએ પત્રો ડાગળે ચડે ત્યારે જિલ્લાના જવાબદારોની રજુવાતો વન વિભાગના નોમૅલ રેન્જના અધિકારીઓ ક્યારે સાંભળશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે..
બનાસકાંઠા જિલ્લાના સવારે ૬:૦૦ વાગ્યાથી લઈ ને રાત્રીના ૧:૦૦ વાગ્યા સુધી આંતરિયાળ ગામડાઓ જેવા કે મુક્તેશ્વર. જુનીસેધણી.હરદેવાસણા. અશોગઢ. કાલેડા જેવા પહાડી વિસ્તારોમાંથી લીલા લાકડાઓનુ કટીંગ કરી નંબર વગરના ટ્રેક્ટરોમા સેંભરથી જલોત્રા ધોતા બાજુ તેમજ નેશનલ હાઇવે રોડ – ૫૮ પરથી કોદરામ.પીલુચા.રૂપાલ અને વડગામની સૌ મીલોમા મોટા પાયે ઠલવાતું જોવા મળે છે ત્યારે આ વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ છે કે રેવન્યુ છે કે સરકારી પડતર જમીન કે ! કેમ ! આ વિસ્તારમાં ક્યાં પ્રકારના વૂક્ષો પર પ્રતિબંધ છે અને જેની જવાબદારી હોય તે જવાબદારો દ્વારા કેમ તપાસો કરવામાં આવતી નથી તેવા સવાલો લોકો કરી રહ્યા છે..
પ્રતિનિધિ : દિપક પુરબીયા


