E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeSportsBCAમાં આંતરિક રાજકારણ : બરોડા પ્રીમિયર લીગના ચેરમેનપદેથી હેમંત ઇન્દુલકરનું રાજીનામું

BCAમાં આંતરિક રાજકારણ : બરોડા પ્રીમિયર લીગના ચેરમેનપદેથી હેમંત ઇન્દુલકરનું રાજીનામું

Vadodara : બરોડા પ્રીમિયર લીગના ચેરમેનપદેથી હેમંત ઇન્દુલકરે રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં તેમની નિમણૂક થઈ હતી. પરંતુ બીસીએના આંતરિક રાજકારણના કારણે તેમણે હોદ્દો છોડી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બરોડા ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ બરોડા પ્રીમિયર લીગનું આયોજન થવા જઈ રહ્યું છે અને બીસીએ દ્વારા બરોડા પ્રીમિયર લીગના ચેરમેન તરીકે હેમંત ઈન્દુલકરની નિમણૂક થોડા દિવસ પૂર્વે કરવામાં આવી હતી. આ નિમણૂકને હજુ માત્ર 15 દિવસ જેટલો સમય થયો છે ત્યાં બરોડા પ્રીમિયમ પ્રીમિયર લીગના ચેરમેન તરીકે હેમંત ઈન્દુલકરે રાજીનામું આપી દીધું છે. ચાલતી ચર્ચા મુજબ અપેક્ષ કમિટીના કેટલાક નિર્ણયથી હેમંત ઇન્દુલકર નારાજ હોવાથી તેમણે રાજીનામું ધર્યું હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, બરોડા ક્રિકેટ એસોસિએશન અને ક્રિકેટના ખેલાડીઓના હિત માટે હેમંત ઇન્દુલકરે ખૂબ કામ કર્યું છે. તાજેતરમાં ક્રિકેટરોને પેન્શન આપવાનો જે નિર્ણય થયો હતો. તેમાં તેમની સકારાત્મક ભૂમિકા રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments