E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeRECIPEBhakri Recipe : બિસ્કીટ જેવી ક્રિસ્પી ભાખરી કેવી રીતે બનાવવી? ફોલો કરો...

Bhakri Recipe : બિસ્કીટ જેવી ક્રિસ્પી ભાખરી કેવી રીતે બનાવવી? ફોલો કરો આ રેસીપી, ચા સાથે ખાવાની મજા આવશે

Gujarati Bhakri Recipe: ભાખરી ગુજરાતની પ્રખ્યાત વાનગી, જે ઘઉંના લોટ માંથી બને છે. ભાખરી શાક કે ચા સાથે ખાવાની મજા પડે છે. સવારે કે સાંજે નાસ્તામાં તમે આ રીતે ભાખરી બનાવીને સર્વ કરી શકો છો. તો નોંધી લો ભાખરી બનાવવાની એકદમ સરળ રેસીપી.

ભાખરી એક ગુજરાતની પ્રખ્યાત વાનગી છે જે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. પરંતુ, ભાખરી નિયમિત ઘઉંની રોટલી કરતાં થોડી જાડી અને કડક હોય છે. સવારે કે સાંજે નાસ્તામાં તમે આ રીતે ભાખરી બનાવીને સર્વ કરી શકો છો. ચા કે શાક સાથે આ ભાખરી એકદમ પરફેક્ટ લાગે છે. આ ભાખરી એકવાર બન્યા પછી લાંબા સમય સુધી પોચી થતી નથી અને ક્રિસ્પી રહે છે તેથી તમે ટિફિનમાં કે પછી ફરવા જવાનું થાય ત્યારે પણ સાથે લઈ જઈ શકો છો.


.
સામગ્રી

ઘઉંનો જાડો લોટ અથવા ભાખરનો લોટ
જીરું પાઉડર
અજમો
શુદ્ધ ઘી
સ્વાદ મુજબ મીઠું

ભાખરી કેવી રીતે બનાવવી?

-સૌપ્રથમ, એક બાઉલમાં ભાખરનો લોટ લો. તેમાં ૩ ચમચી શુદ્ધ ઘી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તમે ઘીના બદલે તેલ પણ વાપરી શકો છો. ભાખરીને ક્રિસ્પી બનાવવા માટે મુઠ્ઠી પડતું મોણ ઉમેરવું જરૂરી છે.

-હવે લોટમાં જીરું, અજમો અને મીઠું ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
-પછી, થોડું થોડું પાણી ઉમેરીને કઠણ કણક બનાવો. ધ્યાન રાખો કે કણક નરમ ન બને, કારણ કે કઠણ કણક ભાખરીને વધુ ક્રિસ્પી બનાવે છે.
-કણક બની ગયા પછી તેને ભીના કપડાથી ઢાંકી દો અને 15-20 મિનિટ માટે બાજુ પર રાખી દો.
-પછી, કણકને ફરીથી હળવા હાથે એને મસળી લો અને સમાન કદના ગોળા બનાવો.
-હવે, ચૂલા પર તવાને ગરમ કરો અને ભાખરીને વણી લો, પછી તવા પર ધીમા તાપે બંને બાજુ સારી રીતે શેકો.
-જ્યારે ભાખરી બંને બાજુ થોડી ક્રિસ્પી થઈ જાય, ત્યારે તેને કાઢી લો.
-હવે, તૈયાર કરેલી ભાખરી પર થોડું ઘી લગાવો અને તેને ગરમ શાકભાજી અથવા દહીં-ચટણી સાથે પીરસો.

ભાખરીને ક્રિસ્પી બનાવવી હોય તો એક વાત યાદ રાખવી કે સ્લો ગેસ પર જ ધીમા તાપે તેને શેકવી. ભાખરી ગરમ હોય ત્યાં સુધી તેને છૂટી રાખવી જેથી તે ઠંડી થયા પછી પણ ક્રિસ્પી રહે. જો તમે બધી જ ભાખરીને એક પર એક રાખી દેશો તો વરાળના કારણે ભાખરી સોફ્ટ થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments