નવા વર્ષ વિક્રમ સંવત 2076માં ૪ર દિવસ લગ્ન માટેનાં શ્રેષ્ઠ મુહૂર્ત છે, જેમાં સૌથી વધુ મુહૂર્ત ચાલુ માસ ફેબ્રુઆરી, મે અને જૂન મહિનામાં હોવાના કારણે આ મહિનાઓમાં સૌથી વધુ લગ્ન થશે, જોકે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગ્ન માટેનાં સારાં મુહૂર્ત 20 દિવસ ઓછાં છે. ગયા વર્ષે વિક્રમ સંવત 2075માં 63 દિવસ લગ્ન માટેનાં સારાં મુહૂર્ત હતાં. આ વર્ષે વિક્રમ સંવત 2076માં 43 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ છે.
કમુરતા દરમિયાન ગૃહ પ્રવેશ, મુંડન, વિવાહ સહિતના શુભ પ્રસંગ યોજાતા નથી. એવી માન્યતા છે કે, સૂર્ય દેવ ગુરુની રાશિ ધનુ કે મીનમાં પ્રવેશ કરતાં સૂર્યના પ્રભાવમાં કમી વર્તાઈ છે. જ્યારે ગુરુનો શુભ પ્રભાવ ઓછો થઈ જાય છે. શુભ કામોમાં ખાસ કરીને લગ્ન માટે સૂર્ય અને ગુરુની શુભ સ્થિતિ આવશ્યક માનવામાં આવે છે. માર્ચ મહિનામાં કમુરતા લાગવાના છે, ત્યારે ચાલો જાણીએ કે માર્ચ મહિનામાં કેટલાક લગ્નના મુહૂર્ત છે.
હાલમાં સૂર્ય દેવ શનિની રાશિ કુંભમાં ગોચર કરી રહ્યા છે. પંચાંગ અનુસાર, સૂર્ય મીન રાશિમાં 15 માર્ચે રવિવારે 1:08 વાગ્યે પ્રવેશ કરશે. તે સમયે સૂર્યની મીન સંક્રાંતિ થશે. આ સાથે માર્ચમાં કમુરતા શરૂ થશે. જેમાં સૂર્યનું મેષ રાશિમાં 14 એપ્રિલે સવારે 9:38 વાગ્યે ગોચર થવાથી આ દિવસે કમુરતા પૂરા થશે.

જાણો લગ્ન માટેના શુભ મુહૂર્ત
2 માર્ચ, સોમવાર
3 માર્ચ, મંગળવાર
4 માર્ચ, બુધવાર
7 માર્ચ, શનિવાર
8 માર્ચ, રવિવાર
9 માર્ચ, સોમવાર
11 માર્ચ, બુધવાર
12 માર્ચ, ગુરુવાર
લગ્ન મુહૂર્ત નક્કી કરવા આટલું ધ્યાન રાખો
અભિજીત મુહૂર્ત અને સંધ્યાકાળ લગ્ન માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
શુભ કરણ: કિસ્તુઘ્ન, બવ, બાલવ, કૌલવ, તૈતિલ, ગર, વાણીજ
લગ્ન માટે શુભ તિથિઓ: દ્વિતીયા, તૃતીયા, પંચમી, સપ્તમી, એકાદશી, ત્રયોદશી
લગ્ન માટે શુભ દિવસો: સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. શાસ્ત્રો અનુસાર, બ્રહ્મ મુહૂર્તને સૌથી વધુ સાત્વિક અને સકારાત્મક ઉર્જા ધરાવતું માનવામાં આવે છે. આ જ કારણ છે કે, પ્રાચીન સમયમાં લગ્ન સવારે અથવા સૂર્યાસ્ત સમયે કરવામાં આવતા હતા.


