જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવગ્રહોમાં શનિ અને શુક્ર બંનેની ગણતરી પ્રભાવશાળી ગ્રહોમા થાય છે. શનિ એ ધીમી ગતિથી ગોચર કરે છે અને કર્મફળના દાતા ગણાય છે. જ્યારે શુક્ર એ દૈત્યોના ગુરુ કહેવાય છે. અને સુખ સમૃદ્ધિ, ધન-ઐશ્વર્યના કારક ગણાય છે. વર્ષ 2026 અને એમા પણ ફેબ્રુઆરી ગ્રહગોચરની રીતે ખુબ મહત્વનો મહિનો છે. પરંતુ માર્ચમાં પણ એક મહત્વની ગ્રહ યુતિ થઈ રહી છે. ગ્રહોની ચાલમાં ફેરફારની અસર તમામ રાશિઓ પર કઈકને કઈ જોવા મળતી હોય છે. બરાબર હોળી પહેલા 2 માર્ચના રોજ શુક્ર ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં પહેલેથી શનિ મહારાજ છે. આવામાં આ યુતિ કેટલીક રાશિઓને ફાયદો તો કેટલાકને નુકસાન કરાવી શકે છે. જાણો કોને ફાયદો કરાવી શકે છે.
વૃષભ રાશિ
તમારી રાશિના સ્વામી શુક્રનું ઉચ્ચ રાશિમાં ગોચર તમારા માટે ‘ગોલ્ડન પીરિયડ’ની શરૂઆત છે. માર્ચમાં તમારી આવકના સ્ત્રોતોમાં જબરદસ્ત વધારો થશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પગાર વધારો મળી શકે છે. અગિયારમા ભાવમાં સૂર્યની હાજરી વ્યવસાયના વિસ્તરણમાં સહાયક બનશે. તમારી મધુર વાણી તમારી સામાજિક પ્રતિષ્ઠા વધારશે. તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે.

મિથુન રાશિ
આર્થિક સમૃદ્ધિના મામલે માર્ચ મહિનો તમારા માટે વરદાનરૂપ સાબિત થશે. શુક્ર તમારા કર્મભાવમાં બિરાજમાન છે જે તમારી ક્રિએટિવિટીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમે કલા, સંગીત, અભિનય અથવા લેખન ક્ષેત્રે સંકળાયેલા છો તો તમને મોટી સિદ્ધિ હાંસલ થઈ શકે છે. જૂના રોકાણોથી તમને અપેક્ષા કરતાં વધુ રિટર્ન મળવાના યોગ છે, જેનાથી તમારા બેંક બેલેન્સમાં વધારો થશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ રાશિના જાતકોના વિદ્યાર્થીઓ માટે આ સમય કોઈ ગેમ ચેન્જરથી ઓછો નથી. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સુખદ પરિણામ મળશે. અટકેલા પૈસા પાછા મળવાથી આર્થિક તંગી દૂર થશે. કરિયરમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે, તમે ઘરમાં કોઈ માંગલિક ઉત્સવનો હિસ્સો બની શકો છો. પ્રિયજનો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે.
કુંભ રાશિ
માર્ચ મહિનો તમારી ઉર્જા અને આત્મવિશ્વાસને સાતમાં આસમાને લઈ જશે. તમારી રાશિના બીજા ભાવમાં સૂર્ય અને શુક્રનો પ્રભાવ તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે. કાર્યક્ષેત્ર પર તમારા નેતૃત્વની પ્રશંસા થશે. તમને નવી જવાબદારીઓ મળી શકે છે. વિદેશ વેપાર સાથે સંકળાયેલા જાતકોને મોટો નફો થવાની સંભાવના છે. સ્વાસ્થ્યમાં પણ મોટો સુધારો જોવા મળશે.


