E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratBharuch : આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

Bharuch : આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના ઓચ્છણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી, જેનાં અનુસંધાનમાં પોલીસને ઓચ્છણ ગામની ભાગોળે સાંપા પાટીયા તરફ જતા એક લાલ કલરના ટ્રેક્ટરની સાથે વાદળી કલરની ટ્રોલી આવતાં, ઉભેલી ટ્રેકટર નંબર GJ-16-BK-8233, જેના ડ્રાઇવરનું નામ ઇશ્વરભાઇ શનાભાઇ રાઠોડ (રહે.જુના ફળિયામાં, કરેણા ગામ, તા.આમોદ, જી.ભરૂચ) હોવાનું જણાવ્યું હતું. જે ટ્રેક્ટરની પાછળ આવેલ ટ્રોલીમાં ચોખા થેલી નંગ-૨૮ તથા ઘઉં થેલી નંગ-૧૯ આમ કુલ થેલી નંગ-૪૭ જે અનાજનો સામાન હતો. ટ્રેક્ટર, ટ્રોલી તથા અનાજના માલિક ભુપેન્દ્રભાઇ ભગુભાઇ પટેલ (રહે.કેશવ પાર્ક, કરજણ,તા-કરજણ, જી-વડોદરા) હોવાનું જણાવેલ, જેથી સદર માલિકને બોલાવતા તેઓએ અનાજનો સામાન ક્યાંથી લાવેલ છે. અને ક્યાં લઈ જવાનો છે. જે બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તેમજ અનાજનું કોઇ બીલ કે આધાર પુરાવો ન હતો. જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટીયાની હાજરીમાં સરકારી ગોડાઉન ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યુ હતું. જેમાં ચોખા થેલી નંગ-૨૮ જેનું વજન ૧૩૭૮ કિ.ગ્રા તથા ઘઉં થેલી નંગ-૧૯ જેનું વજન ૯૭૪ કિ.ગ્રા. થયું હતું. આમ, કુલ થેલી નંગ-૪૭ જેનું કુલ વજન ૨૩૫૨ કિ.ગ્રા થયું હતું. જે એક કિલોના કિ.રૂ.૩૦ લેખે કુલ કિંમત રૂપિયા ૭૦,૫૬૦/- નું અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યું હતું. તેમજ આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે કિ.રૂ.૫ ૦૦,૦૦૦ ગણી કુલ.રૂ.૫,૭૦,૫૬૦ નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ અનાજની હેરાફેરી કરનાર બન્ને ઇસમો ઇશ્વર શનાભાઈ રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર ભગુભાઈ પટેલની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.

ગતરોજ આમોદ પોલીસે ગેરકાયદેસરના સરકારી ઘઉં અને ચોખાના ૨૩૫૨ કિ.ગ્રા અનાજનો જથ્થો પકડ્યા બાદ પુરવઠા વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી હતી અને રાત્રીના સમયે ઓચ્છણ ગામે સસ્તા અનાજની દુકાન સંચાલકને ત્યાં પંચનામું, હાજર અનાજનો જથ્થો તેમજ દુકાન સંચાલકના જવાબો સહિતની કામગીરી હાથ ધરી હતી. તેમજ દુકાનમાં રાખેલા સ્ટોક પત્રક ઉપર પણ કોઈ માહિતી દર્શાવી ન હતી, જેની પણ પુરવઠા મામલતદારે ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે ભરૂચ જીલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ પોલીસે ગેરકાયદેસર અનાજ ભરેલું ટ્રેકટર ઝડપ્યા બાદ ચબરાક દુકાન સંચાલકે ટ્રેકટર પોતાના દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસને પણ હંફાવી દીધી હતી. દુકાન સંચાલકે પોલીસની નજર ચૂકવી પોતાના અનાજ ભરેલા ટ્રેકટરના ડ્રાઇવર મારફતે દિવેલાના ખેતરમાં છુપાવી દેતા હાજર મીડીયા કર્મીના કેમેરામાં દુકાન સંચાલકની અનાજ ગેરવલ્લે કરવાની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઇ હતી.

Reporter : કેતન મહેતા, આમોદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments