ભરૂચ જિલ્લામાં બે દિવસથી પવન સાથે ભારે વરસાદ વરસતા મીની વાવાઝોડા જેવો માહોલ જોવા મળી રહયો છે. જંબુસર તાલુકાના નહારથી સારોદ ગામ વચ્ચે વહેલી સવારે ભારે પવન ફૂંકાતા એક મહાકાય વૃક્ષ માર્ગ પર ધરાશાયી થયું હતું. જેના પગલે અનેક વાહનચાલકો અટવાયા હતા. રસ્તાની વચ્ચે જ ધરાશાયી થયેલ વૃક્ષના કારણે જંબુસર અને કાવી વચ્ચેનો વાહન-વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને અનેક વાહન ચાલકો અટવાઈ ગયાં હતાં. એસ.ટી બસ સહિત અનેક ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરો અટવાયા હતા. નાના વાહન ચાલકો અન્ય કેનાલના રસ્તેથી જવા મજબુર બન્યા હતા. ત્યારબાદ ઘણી મહેનત બાદ આ વૃક્ષને રસ્તા વચ્ચેથી દૂર કરવામાં આવ્યું હતું અને વાહન વ્યવહાર પુનઃ સ્થાપિત કરાયો હતો.
Reporter : કેતન મહેતા, જંબુસર