ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લગાડે તેવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે એક પછી એક વિચિત્ર ઘટનાઓ સામે આવતા શિક્ષકો પર સવાલો થઈ રહ્યા છે. શિક્ષક વિદ્યાર્થીઓને જ્ઞાન આપીને સારા સંસ્કારનું સિંચન કરાવે પરંતુ હવેના કળયુગમાં લંપટ શિક્ષકો વિદ્યાર્થીઓના શારિરીક રીતે અડપલા કરતા અને પ્રેમજાળમાં ફસાવીને ગેરમાર્ગે દોરતા હોય એવા કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ભરૂચના ઝઘડિયામાં શિક્ષકે સગીરાને અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે.
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે શિક્ષણ જગતને લાંછન લગાડતો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. રાજપારડીના ભાલોદ રોડ ઉપર રહેતા સાજીદ હુસેન વાઝા નામના મુસ્લિમ શિક્ષકે સગીરાને દાખલા શીખવવાના બહાને પોતાના ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા હતા. પિતા શિક્ષકને ઠપકો આપવા ગયા તો શિક્ષકે પિતાને ગાળો બોલી તમાચા માર્યા હતા. સગીરાએ પોતાના પરિવારને જાણ કરતા રાજપારડી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. રાજપારડી પોલીસે શિક્ષક સાજીદ વાઝાની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં એક લંપટ સ્પોર્ટ્સ ટીચર સામે ફરિયાદ નોંધાઈ હતી. આ લંપટ સ્પોર્ટ્સ કોચે ધોરણ 9માં ભણતી સગીર દિકરીને યેનકેન પ્રકારે છેલ્લા શારીરિક અડપલા કરતો હતો જેના આધારે ભોગ બનનારની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ સગીરા જ્યારે લંપટ કોચ સાથે કોચિંગ મેળવવા જતી હતી ત્યારે લંપટ કોચની દાનત બગડતા તેણે સગીરા જ્યારે કપડા બદલતી હતી ત્યારે તેનો વીડિયો ઉતારી લીધો હતો, આ સિવાય ફિટનેસ સર્ટી મેળવવા માટે સગીરાના કપડા ઉતરાવીને તેનો વિડિયો ઉતાર્યો હતો આ વિડિયો આધારે સગીરાને બ્લેકમેઈલ કરી અવારનવાર તેને ઘરે તેમજ હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ કરતો હતો.
થોડા દિવસો પહેલા સુરતના લીંબાયતમાં પણ 19 વર્ષની યુવતી 17 વર્ષના કિશોરને ભગાડીને લઈ જતા ચર્ચાનો વિષય બન્યો હતો. યુવતી કિશોરને ભગાડી ઉજ્જેન લઇ ગઈ હતી ત્યાંથી બંને ત્યાંથી જલગાઉં રોકાયા હતા. બંને લીંબાયતમાં એક જ સોસાયટીમાં રહેતા હોવાથી આંખ મળી હતી. તેઓ ઘરેથી ભાગી 50 દિવસ સુધી બહાર રહ્યા હતા.