ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાનાઓએ એલ.સી.બી.ના અધિકારીઓને ભરૂચ જીલ્લાના તમામ પો.સ્ટે.માં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શનના આધારે પો.સ.ઇ. આર.કે.ટોરાણી એલ.સી.બી. ભરૂચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન બાતમીદારથી ખાનગી બાતમી મળેલ કે, “ચલાલા પો.સ્ટે. (જી.અમરેલી) નોંધાયેલ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ તથા પોક્સો એક્ટ કલમ મુજબના ગુનાના કામે આરોપી કિરણભાઇ રમેશભાઇ રાઠવા (રહે, અજુન ફળિયા, ડોલરીયા, તા.જી.છોટાઉદેપુર) ને ભોગ બનનાર બાળકી સાથે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં માનવ મંદિર પાસે આવેલ શ્રી ગણેશ FIBC કંપનીની કોલોનીમાં રહે છે અને હાલમાં બન્ને ત્યાં હાજર છે” જેવી બાતમીના આધારે ચલાલા (જી.અમરેલી) પો.સ્ટે.ના પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપી કિરણભાઇ રમેશભાઇ રાઠવા (રહે, અજુન ફળિયા, ડોલરીયા, તા.જી.છોટાઉદેપુર) ને ભોગ બનનાર બાળા સાથે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં માનવ મંદીર પાસે આવેલ શ્રી ગણેશ FIBC કંપનીની કોલોનીમાંથી પકડી લઇ બી.એન.એસ.એસ. એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ખાતે સોંપી, ચલાલા પો.સ્ટે. (જી.અમરેલી) ખાતે જાણ કરવામાં આવેલ છે.
Reporter : કેતન મહેતા, ભરૂચ