E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratBharuch : ચેક પરતના કેસમાં કોર્ટ દ્વારા 6 મહિનાની ફટકારાઇ સજા

Bharuch : ચેક પરતના કેસમાં કોર્ટ દ્વારા 6 મહિનાની ફટકારાઇ સજા

ભરૂચ શહેરની કોર્ટ દ્વારા ચેક પરતના એક કેસમાં એક ઈસમને 6 મહિનાની સજા ફટકારી ચેકની બે લાખની રકમ ચૂકવા આદેશ આપ્યો છે. કેસની સમગ્ર વિગત મુજબ ભરૂચના જીગર જે.દિવાન નામની વ્યક્તિએ પોતાના વિસ્તારમાં વસવાટ કરતા અને નાનપણના મિત્ર એવા હર્ષિલભાઈ પાસેથી 16 સપ્ટેમ્બર 2021ના અરસામાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે રૂપિયા 2,00,000 રોકવા લલચાવ્યા હતા અને તે જ દિવસે હર્ષિલભાઇએ જીગર જે.દિવાનને રૂપિયા 2,00,000 ચેક મારફતે ટ્રાન્સફર કર્યા હતા, ત્યાર બાદ વર્ષ 2022-2023 નું વર્ષ પસાર થવા છતાં ઇન્વેસ્ટમેન્ટમાંથી શું પ્રાપ્ત થયું? તેની કોઇ જાણકારી આપેલી નહી અને દર વખતે જીગર જે.દિવાન બહાના બતાવતા હતા.

જેથી હર્ષિલભાઈ એ કંટાળીને જીગર જે. દિવાનને કહેલ કે, ઘણો વખત થયો સાચી માહિતી મળતી નથી મને મારા પૈસા પરત આપી દો. જેને લઇ જીગર જે. દિવાને, HDFC બેંક, લીંક રોડ, ભરૂચ શાખાનો 24 જાન્યુઆરી 2023 નો રૂપિયા 2,00,000/- નો ચેક પ્રમેશ ઇન્વેસ્ટમેન્ટના ખાતાનો આપ્યો હતો. જે ચેક તેમાં જણાવેલી તારીખે બેન્કમાં રજૂ કરતા સદર ચેક ફંડ ઇનશફીશ્યન્ટ બેલેન્સના કારણસર પરત આવતા ફરિયાદી હર્ષિલભાઈએ આરોપી જીગર જે. દિવાનનો સંપર્ક કરતા તેઓએ કહેલ કે, “ચેક શું કામ નાંખ્યો? તમને મારે વ્યાજ સહિત પૈસા પરત આપવાના છે” તેવું જણાવ્યું હતું. ત્યારબાદ આરોપી રૂબરૂ મળેલા નહી. જેથી ફરિયાદી હર્ષિલભાઇએ તેમના વકીલ મહેન્દ્ર એમ.કંસારા મારફતે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની નોટીસ જીગર જે.દિવાનને આપેલી અને તે નોટીસ આરોપીને મળી જવા છતાં આરોપીએ નોટીસનો અમલ કરેલો નહી. જેને પગલે નોટીસની સમય મર્યાદા પૂર્ણ થતાં ફોજદારી ફરિયાદ ભરૂચની ફોજદારી અદાલતમાં હર્ષિલભાઇએ તેમના વકીલ મહેન્દ્ર એમ. કંસારા મારફતે દાખલ કરાવેલી અને તે કેસમાં ફરિયાદીએ સોગંદ ઉપર જુબાની આપેલી અને અસલ ચેક તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલા અને સાક્ષીઓ પણ તપાસેલા. ઉપરોક્ત કેસ ભરૂચના સાતમા વધારાના સીવીલ જજ અને જે.એમ.એફ.સી આર.એ.ચૌહાણ સાહેબની કોર્ટમાં ચાલી જતા 30 મે 2025ના રોજ આરોપી જીગર જે.દિવાનને ચેક પરતના કેસમાં કસુરવાર ઠેરવી 6 માસની કેદની સજા તથા ચેકની રકમ રૂપિયા 2,00,000 ચૂકવવાનો હુકમ કર્યો હતો. જેના પરિણામે ચેક પરતના કેસોમાં આરોપી આલમમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ છે.

Reporter : કેતન મહેતા, ભરૂચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments