પો.ઇન્સ.એ.કે.જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો ભરૂચ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે રાજસ્થાનના જોધપુર ખાતે તપાસમા ગયેલ હતા. તે સમય દરમ્યાન મળેલ બાતમી, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે દહેજ મરીન પો.સ્ટે. નોંધાયેલ ઇ.પીકો.કલમ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી રાજેશ ઉર્ફે સહીરામ બિરબલરામ બિશ્નોઇ (રહે.કરણીનગર બાસની, જોધપુર શહેર, રાજસ્થાન.) ને રાજસ્થાન જોધપુરથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા માટે દહેજ મરીન પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
Reporter : કેતન મહેતા, ભરૂચ