પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.વાળા, એલ.સી.બી. ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃત્તિના કેસો શોધી કાઢવા, લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી, હાથ ધરવામાં આવેલ સઘન પ્રયત્નોના આધારે, પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એ.તુવર, એલ.સી.બી. ભરૂચની ટીમ, જંબુસર ડીવીઝન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી, તે સમય દરમ્યાન બાતમી મળેલ કે “મગણાદ ગામે નવી નગરીમાં રહેતો શૈલેષ ગંભીરભાઇ મકવાણાએ તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે” જે મુજબની ચોક્ક્સ બાતમીના આધારે એલ.સી.બી. ટીમ દ્વારા જંબુસરના મંગણાદ ગામે નવી નગરીમાં જઈ બાતમીવાળા પાકા મકાનની ખાતરી કરી રેઈડ કરતા, પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ-૭૯૦ કિંમત રૂપિયા ૨,૯૦,૯૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી, વિદેશી દારૂ આપી જનાર હશન પટેલ રહેવાસી, જંબુસરને વોન્ટેડ જાહેર કરી, બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી જંબુસર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

REPORTER : કેતન મહેતા, જંબુસર