ભરૂચ જિલ્લમાં અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ છે. ભરૂચના ઝઘગડિયામાં ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે. જ્યારે ઈકો કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે, જ્યારે ઈકો ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ટ્રક લોખંડના બેરિકેટ્સ ભરીને જઈ રહી હતી.

આ દરમિયાન પેટ્રોલ પંપ પાસે ઈકો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જે કારણે ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક નાળામાં ખબકી હતી. જે દરમિયાન ટ્રક ચાલક ટ્રકમાંથી કુદી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ સાથે ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઇકો કાર ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે હાલ સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.


