E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratBharuch : દહેજના અદાણી પોર્ટથી કેપ્સુલ લઈ જતી ટ્રકની ચેઇન તૂટતાં માર્ગ...

Bharuch : દહેજના અદાણી પોર્ટથી કેપ્સુલ લઈ જતી ટ્રકની ચેઇન તૂટતાં માર્ગ પર પડ્યું

ભરૂચ જીલ્લાના દહેજ તાલુકાના અદાણી પોર્ટથી કેપ્સુલ લઈને જતી ટ્રકની ચેઇન અચાનક તૂટી જતાં કેપ્સુલ દીપક નાઈટ્રેટ કંપની તરફ જતાં માર્ગ પર પડી ગયું હતું.

આ ઘટના સમયે માર્ગ પરથી કોઈ વાહન કે વ્યક્તિ પસાર થતાં ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, અકસ્માતને કારણે માર્ગની બંને બાજુએ વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ દહેજ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને લગભગ બે કલાક સુધી ચાલેલી ટ્રાફિક સમસ્યાને હળવી કરી હતી અને માર્ગ વ્યવસ્થા પૂર્વવત્ કરી હતી.

Reporter : કેતન મહેતા, દહેજ, ભરૂચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments