E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratBharuch : પાનોલી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા ‘મનીષ ઉર્ફે મલો’ ને...

Bharuch : પાનોલી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા ‘મનીષ ઉર્ફે મલો’ ને બાકરોલ બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો

પાનોલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે પ્રોહિબિશન અને BNS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

હ્યુમન સોર્સ દ્વારા મળેલી સચોટ માહિતી મુજબ, મનીષ ઉર્ફે મલો કાલીદાસભાઈ વસાવા (રહે. સારંગપુર, નવી નગરી) બાકરોલ બ્રિજ સર્વિસ રોડ પાસે ઉભો હોવાની વિગત મળી હતી. જે આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ૨૫ વર્ષીય આરોપીને દબોચી લીધો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગુનામાં સંડોવાયેલા અન્ય છેડાઓ શોધવા તપાસ તેજ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments