E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratBHARUCH : ભરૂચના ઝાડેશ્વરમાં કચરો સળગાવવા મુદ્દે ઝઘડામાં આદિવાસી યુવકને માથામાં ઈજા...

BHARUCH : ભરૂચના ઝાડેશ્વરમાં કચરો સળગાવવા મુદ્દે ઝઘડામાં આદિવાસી યુવકને માથામાં ઈજા થતા એટ્રોસિટીનો ગુનો દાખલ


ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં એક્ઝયુકિટિવ કાર સ્પાની દુકાન નજીક કચરો સળગાવવા મુદ્દે દંપતી સહિત પુત્રએ ભેગા મળી ઝઘડો કરતા કાર સ્પામાં નોકરી કરતા આદિવાસી યુવકને માર મારતા માથામાંથી લોહી વહેતું થતાં જ પોલીસે એટ્રોસિટી અને જાનથી મારી નાખવાની તથા મારામારી કરવા અંગે ગુનો દાખલ કરવા સાથે હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ મથકમાં એક્ઝયુકિટિવ કાર સ્પાના માલિક ભાવિક દિપક જૈને ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓની કાર સ્પા ઉપર તેમના પત્ની તથા માણસો હતા તે વખતે કચરો સળગાવવા મુદ્દે દંપતીમાં હરદેવ સિંધવનાઓએ ઘસી આવી કચરો કેમ સળગાવો છો તેમ કહી ફરિયાદીની પત્નીનો વિડીયો બનાવી ઝઘડો કરવા લાગતા હરદેવ ભાઈ સિંઘવે ફરિયાદી સાથે ઝઘડો કરી તેનો મોબાઇલ ઝૂંટવી લઈ ફરિયાદીને સ્થળ ઉપર બોલાવી ઝઘડો કરતા હરદેવ સિંઘવ તેની પત્ની તથા તેનો દીકરો ભૂમિત સિંધવનાઓએ ભેગા થઈ કાર સ્પામાં નોકરી કરતા આદિવાસી યુવકને કડું મારી દેતા માથું ફાટી જતા લોહી વહેતું થતા તેને સારવાર માટે ખસેડી કાર સ્પાના મલિક ભાવિક જૈને ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ મથકમાં હુમલાખોર દંપતી સહિત પુત્ર મળી ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોરોની અટકાયત કરવાની કવાયત હાથ ધરી છે.

REPORTER : કેતન મહેતા, ભરૂચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments