ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પૂરપાટ ઝડપે દોડતી કારે રાહદારીને ટક્કર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો.સિફાથી મનુબર ચોકડી તરફ જતા માર્ગ પર બનેલી આ ઘટના નજીકના શોપિંગ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક ઘાયલ રાહદારીને સારવાર માટે વેલ્ફેર હોસ્પિટલ ખસેડ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, કારચાલકે ઝડપ જાળવતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાથી આ અકસ્માત થયો હતો. વહેલી સવારે સિટી રૂટ પર વધતા ટ્રાફિકને કારણે આ માર્ગોનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે સ્થાનિકોએ વ્યસ્ત માર્ગો પર ટ્રાફિક જવાનો તૈનાત કરવાની માંગ કરી છે.આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.એસ.વણઝારાએ જણાવ્યું હતું કે, “અકસ્માત બે દિવસ પહેલા થયો હતો. અમે સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે અને કારચાલક મહારાષ્ટ્રનો હોવાથી તેની વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.”


