E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratBHARUCH : ભરૂચમાં લીમડીચોક પાસે ખેતરમાં બાવળીની ઝાડીમાં જુગાર રમતા છ આરોપીને...

BHARUCH : ભરૂચમાં લીમડીચોક પાસે ખેતરમાં બાવળીની ઝાડીમાં જુગાર રમતા છ આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ

પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર બી.એન.સગર એલ.સી.બી. ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી હાથ ધરવામાં આવેલ સઘનપ્રયત્નોના આધારે, ઝઘડીયા ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન બાતમી મળેલ કે, “ભરૂચમાં લીમડીચોક પાસે ગધેરા ખેતર બાવળીની ઝાડીમાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે પત્તા-પાના વડે પૈસાથી હાર-જીતનો જુગાર રમે છે” જેવી મળેલ બાતમીના આધારે ભરૂચમાં લીમડી ચોક ખેતરમાં બાવળીની ઝાડીમાં પત્તા-પાનાના જુગાર અંગે સફળ રેઇડ કરી અંગઝડતીમાંથી તથા દાવ ઉપરના રોકડા રૂ. ૧૮,૭૧૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૧૦,૦૦૦/- તથા પત્તા-પાના નંગ- પર મળી કુલ કી.રૂ. ૨૮,૭૧૦/- ના મુદ્દામાલ સાથે છ આરોપી (૧) રોહિતભાઈ દિનેશભાઈ વસાવા (૨) પુર્વેશભાઈ ખોડાભાઈ વસાવા (૩) ધવલભાઈ દિનેશભાઈ પટેલ (૪) અજયભાઈ સાવનભાઈ વસાવા (૫) સુનીલભાઈ રમેશભાઈ વાધરી અને (૬) સાજનભાઈ રમેશભાઈ દંતાણી (તમામ રહે. ભરૂચ.) ને ઝડપી પાડી અન્ય ચાર આરોપી (૧) અરૂણભાઈ અશોકભાઈ દંતાણી (૨) આર્યનભાઈ કાલુભાઈ દંતાણી (૩) નવીનભાઈ ભરતભાઈ વસાવા અને (૪) તુષારભાઈ કનુભાઈ વસાવા (તમામ રહે. ભરૂચ.) ને વોન્ટેડ જાહેર કરી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર “બી” ડીવીઝન પો.સ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

REPORTER : કેતન મહેતા, ભરૂચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments