E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeGujaratBHARUCH : ભરૂચમાં સરસ મેળામાં 9 દિવસમાં 55 સ્ટોલો પરથી 28 લાખનું...

BHARUCH : ભરૂચમાં સરસ મેળામાં 9 દિવસમાં 55 સ્ટોલો પરથી 28 લાખનું વેચાણ કરાયું

મહિલાઓને પગભર કરવા માટે ભરૂચમાં સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 19 જિલ્લાની સખીમંડળોની બહેનોએ ભાગ લીધો છે. જેમાં મહિલાઓએ પોતાના હાથથી બનાવેલી વસ્તુઓ સહિત ખાણીપીણીની દુકાનો ઊભી કરી છે. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહિલાઓને પગભર કરવા માટે આયોજન કર્યું હતું. 6થી 15 જૂન દરમિયાન ચાલનાર મેળામાં કુલ 55 સ્ટોલો ઊભી કરવામાં આવી હતી. જેમાં ક્રાફ્ટ, ગારમેન્ટ અને ફૂડ સ્ટોલો ઊભી કરવામાં આવી હતી. જેમાં રોજ 5 હજાર જેટલા લોકો મુલાકાત લઈ રહ્યા હતા અને રોજના અંદાજે 3.50 લાખનું વેચાણ કરવામાં આવ્યું હતું. આમ 9 દિવસમાં 28 લાખનું વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું હતું. આમ 19 જિલ્લામાંથી 110 જેટલી સખીમંડળની બહેનો ઉપસ્થિત રહી હતી. ગ્રામ્ય મહિલા દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને માર્કેટ પૂરું પાડવા વેચાણ માટે પ્લેટફોર્મ બજાર વ્યવસ્થા અને આજીવિકામાં વધારો કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. સખી મંડળની બહેનોને આત્મનિર્ભર બનાવવા તાલીમ મંડળની બહેનોને પગભર કરવા માટે પહેલાં વિવિધ તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ ઉદ્યોગ કરવા માટે રીવોલ્વીંગ ફંડ 30 હજાર, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ 1.50 લાખ સખી મંડળની બહેનોને આપવામાં આવે છે. જેનો ઉપયોગ કરી મહિલાઓ વિવિધ વસ્તુ બનાવી વેચાણ કરીને રોજગારી મેળવી આત્મનિર્ભર બની શકે છે. સાથે જરૂર પડે તો ઓછા વ્યાજે બેન્ક લોન પણ આપે છે.

REPORTER : કેતન મહેતા, ભરૂચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments