ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતીની અચાનક તબિયત બગડતાં તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા, ત્યાંથી પસાર થતા રીક્ષા ચાલકે વૃદ્ધ દંપતીમાં શંકાસ્પદ કોરોનાનાં લક્ષણો જોતાં તેમણે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા વૃદ્ધ દંપતીની અચાનક તબિયત બગડતાં તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તાત્કાલિક ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી, જેથી 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દંપતીને પ્રાથમિક સારવાર આપી હતી. આ સમય દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Reporter : કેતન મહેતા, ભરૂચ