E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratBharuch : વાલિયામાં વીજ વિભાગનો ઓચિંતો દરોડો

Bharuch : વાલિયામાં વીજ વિભાગનો ઓચિંતો દરોડો

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં વીજ વિભાગે દરોડો પડતાં 6 કલાકમાં 1480 વીજ જોડાણ તપાસતા 93 માં ગેરરીતિ જોવા મળતા 27 લાખનો દંડ કરાયો છે. વાલિયા તાલુકામાં જ્યોતિગ્રામ ફીડર પર આવેલા ગામોમાં ઊંચા વીજ વિતરણ નુકશાનને લઈને વીજ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં તાલુકાના ફીડરો પર ટી એન્ડ ડી લોસને લઈ વીજ ચોરો પકડી પાડવા દરોડા પાડવામાં આવ્યા હતા.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની 40 ટીમોએ સવારે 6 કલાકે વાલિયાના ગુંદિયા, ડહેલી, તુણા, ભમાડીયા, દેસાડ, સોડગામ, વિઠ્ઠલ ગામ, ઉમરગામ, ચભાડીયા તેમજ વાલિયા ટાઉનમાં તપાસ હાથ ધરી હતી. આ ત્રણ ફીડરોમાં સમાવિષ્ટ ડહેલી, ભમાડિયા અને ગુંદીયા સહિત 10થી વધુ ગામોમાં પોલીસ બંદોબસ્ત સાથે 1480 વીજ જોડાણોની તપાસ કરાઈ હતી. બપોરે 12 કલાક સુધી ચાલેલા વીજ ચેકીંગમાં 93 જોડાણમાંથી ગેરરીતિ ઝડપાઈ હતી. જેમાં વીજ ચોરી બદલ 27 લાખનો દંડ ફટકારવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Reporter : કેતન મહેતા, વાલિયા, ભરૂચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments