E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratBharuch : વિદ્યાર્થીઓના યુનિફોર્મ અને શૈક્ષણિક કિટ ચોક્કસ સ્ટેશનરીમાંથી મોંઘા ભાવે ખરીદવા...

Bharuch : વિદ્યાર્થીઓના યુનિફોર્મ અને શૈક્ષણિક કિટ ચોક્કસ સ્ટેશનરીમાંથી મોંઘા ભાવે ખરીદવા વાલીઓને મજબૂર કરતી ખાનગી સ્કૂલો

ભરૂચમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ, શૈક્ષણિક કિટ અને શાળાના સિમ્બોલવાળી નોટબુક ચોક્કસ સ્ટેશનરીમાંથી વધુ રૂપિયા આપી મોંઘા ભાવે ખરીદવા મજબૂર કરાય છે. આવી શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરવા સ્થાનિક આગેવાન યોગી પટેલે લેખિતમાં ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી.

જેમાં આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ શાળા વાલીઓને સ્કૂલ ડ્રેસ કે અન્ય સ્ટેશનરી ખરીદવા કોઈ એક જ સંસ્થા કે દુકાનમાંથી ખરીદી કરવા મજબૂર કરી શકે નહીં, તેમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે સૂચન કરેલ છે. તેમ છતાં પણ કેટલીક ખાનગી શાળાઓ યેનકેન પ્રકારે ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ સ્કૂલ ડ્રેસ કે સ્ટેશનરી ખરીદવા માટે વાલીઓને ફરજીયાત સૂચન કરી પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ભરૂચની કેટલીક શૈક્ષણિક શાળાઓ સ્ટેશનરીના સંચાલકો સાથે સંકલનમાં રહી વધુ રૂપિયા કમાવવા માટે સ્કૂલના સિમ્બોલવાળી નોટબુકો છપાવી સ્ટેશનરીવાળાઓને આપે છે. જે સ્ટેશનરીવાળાઓ 25-30 રૂપિયાની નોટબુક સીધી 50-60 રૂપિયામાં ગ્રાહકોને મોંઘા ભાવે વેચી મોટી છેતરપિંડી કરી રહ્યા છે. તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આવી શાળાઓ સામે દંડાત્મક પગલાં લેવા ડી.ઇ.ઓ કચેરીમાં રજૂઆત કરાઇ છે.

Reporter : કેતન મહેતા,ભરૂચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments