E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratBharuch : "સાવધાન! ઓનલાઇન નફાની લાલચમાં ભરૂચના શખ્સે ગુમાવ્યા ૧.૦૯ કરોડ: પોલીસે...

Bharuch : “સાવધાન! ઓનલાઇન નફાની લાલચમાં ભરૂચના શખ્સે ગુમાવ્યા ૧.૦૯ કરોડ: પોલીસે ૪ ઠગને દબોચ્યા.”


ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગના નામે રૂ. ૧.૦૯ કરોડની છેતરપિંડી આચરતી ગેંગના ૪ સાગરીતોને સુરત અને જૂનાગઢથી ઝડપી પાડી આંતરજિલ્લા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસની વિગત મુજબ, ફરિયાદીને થ્રેડ્સ અને ટેલિગ્રામ પર ‘Gurneet Randhawa’ નામના આઈડીથી સંપર્ક કરી ‘Lotteebay’ પ્લેટફોર્મ પર ઓનલાઇન સ્ટોર દ્વારા વધુ નફાની લાલચ આપી કુલ રૂ. ૧,૦૯,૮૫,૫૭૦/- પડાવી લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓના બેંક એકાઉન્ટ્સમાંથી ચોંકાવનારી વિગતો મળી હતી, જેમાં સુરત અને વાપીની ઇન્ડસઇન્ડ બેંકના કરન્ટ એકાઉન્ટ્સમાં માત્ર પાંચ મહિનાના ગાળામાં જ અંદાજે રૂ. ૪.૫૬ કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે. પોલીસે આ ગુનામાં સુરતના દિવ્યેશ ઉર્ફે દિવો ભુવા, કિશન ધડુક, પ્રશાંત વઘાસિયા અને જૂનાગઢના રૂષપ સતાસીયાની ધરપકડ કરી તેમની પાસેથી ૪ મોબાઈલ ફોન, ૬ એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ ભરૂચ કોર્ટે આરોપીઓના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાયબર માફિયાઓના નામ ખુલવાની શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments