E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratBhavnagarBhavnagar : પત્ની અને સંતાનોની હત્યાના આરોપી ACF શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ...

Bhavnagar : પત્ની અને સંતાનોની હત્યાના આરોપી ACF શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ કરવાનો ઇન્કાર કરી કોર્ટમાં રડવા લાગ્યો

ભાવનગરમાં પત્ની અને સંતાનોની હત્યાના આરોપી ACF શૈલેષ ખાંભલાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા શૈલેષ ખાંભલા ના નાર્કો ટેસ્ટની માગ કરાઈ હતી.

ભાવનગરમાં પત્ની અને સંતાનોની હત્યાના આરોપી ACF શૈલેષ ખાંભલાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા શૈલેષ ખાંભલા ના નાર્કો ટેસ્ટની માગ કરાઈ હતી. જે મુદ્દે કોર્ટ પાસે વિચારવા માટે સમય માંગ્યો હતો અને ત્યારબાદ આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. સમય પૂરો થતાં શૈલેષ ખાંભલા ફરી એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.

આરોપી શૈલેષ ખાંભલાએ જજ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવાનો ઇન્કાર કર્યો હતો અને પછી રડવા લાગ્યો હતો. આટલું હિચકારી કૃત્ય કર્યા બાદ તે કોર્ટ સંકુલમાં જાણે કે મગરના આંસુ સારી રહ્યો હોય તેમ લાગતું હતું.

મળેલી માહિતી પ્રમાણે તેણે પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યો અને જજ સમક્ષ પોલીસ એન્કાઉન્ટર કરી નાખશે એવો ડર વ્યક્ત કર્યો હતો. શૈલેષ ખાંભલાએ પોતાની જાન જોખમમાં હોવાનું અને જજ સમક્ષ તેણે પોતે પણ મરી જવાની વાત કરી હતી

નાર્કોટેસ્ટ નકાર્યા પછી, શૈલેષ ખાંભલાને જેલ હવાલે કરવામાં આવ્યો. જો કે શૈલેષ ખાંભલા એ પોતાના પોલીસ સામે કરેલા આક્ષેપોને લઇ મીડિયા સમક્ષ વ્યક્ત કરવાનું ટાળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments