E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratBhavnagarBhavnagar : પેશન્ટ કેર એરિયામાં વીડિયો બનાવનાર 15 ઇન્ટર્ન તબીબોને ડીન દ્વારા...

Bhavnagar : પેશન્ટ કેર એરિયામાં વીડિયો બનાવનાર 15 ઇન્ટર્ન તબીબોને ડીન દ્વારા કારણદર્શક નોટિસ

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન સર ટી. હોસ્પિટલ (સિવિલ) માં ફરજ બજાવતા ઇન્ટર્ન તબીબો દ્વારા હોસ્પિટલના નિયમોના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. હોસ્પિટલના અતિ સંવેદનશીલ એવા ‘પેશન્ટ કેર એરિયા’ (જ્યાં દર્દીઓની સારવાર ચાલતી હોય) માં રિલ્સ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર 15 ઇન્ટર્ન તબીબો વિરુદ્ધ મેડિકલ કોલેજના ડીન દ્વારા કડક તપાસ શરૂ કરવામાં આવી છે.

જાહેર જનતા માટે હોસ્પિટલ પરિસરમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી પર પ્રતિબંધ હોય છે, ત્યારે જવાબદાર ગણાતા વર્ષ 2020ની બેચના 15 જેટલા ઇન્ટર્ન ડોક્ટરોએ જ આ નિયમોને નેવે મૂક્યા હતા. આ તબીબોએ હોસ્પિટલના વોર્ડ અને પેશન્ટ એરિયામાં રિલ્સ ઉતારી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોસ્પિટલ તંત્રની ગંભીરતા સામે સવાલો ઉઠ્યા હતા.

આ સમગ્ર મામલો મેડિકલ કોલેજના ડીન સમક્ષ પહોંચતા તેમણે તાત્કાલિક અસરથી તમામ 15 ઇન્ટર્ન તબીબો પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. ડીન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે હોસ્પિટલ એ સેવાનું સ્થળ છે અને ત્યાં દર્દીઓની પ્રાઈવસી અને શાંતિ જળવાવી અનિવાર્ય છે. આ મામલે શિસ્તભંગના પગલાં તરીકે સોશિયલ મીડિયા પર જે પેજ પર આ રિલ્સ મૂકવામાં આવી હતી તેને પણ તાત્કાલિક ધોરણે ડિલીટ કરાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments