ભરૂચ જિલ્લાની ગડખોલ લોકેશનની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માંડવા હાઇવે રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.ગડખોલ 108ના ઈ.એમ.ટી ઠાકોર ચેહરાજી અને પાયલોટ સંજય ગામીત તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માતમાં 36 વર્ષીય યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને પ્રાથમિક સારવાર આપી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દર્દી પાસેથી મળેલી 1,02,550 રૂપિયાની રોકડ રકમ 108ના કર્મચારીઓએ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર પોલીસ અધિકારીને સોંપી દીધા હતી. આ રીતે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ ઈમરજન્સી સેવા સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Reporter : કેતન મહેતા, ભરૂચ