ભરૂચ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી 4 લાખના વિદેશી દારૂના કેસમાં જંબુસરના બુટલેગરની ધરપકડ કરી
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી જંબુસરના ઉચ્છલ ગામના રાજ ફળિયાના રહેવાસી કિરણસિંહ બળવંતસિંહ રાજની ધરપકડ કરી છે. આ કેસ 3 મેના રોજ નોંધાયો હતો, જ્યારે કોસંબાના બુટલેગર જીજ્ઞેશ કૌશિક પટેલે અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીના ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો.
બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડો પાડ્યો હતો. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 1,664 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 3 લાખનો દારૂ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ કેસમાં જીજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી. હવે કિરણસિંહની ધરપકડ સાથે કુલ ત્રણ આરોપીઓ પકડાયા છે. પકડાયેલા આરોપીને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો છે.
Reporter : કેતન મહેતા, ભરૂચ