E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratBhruch : ઉમલ્લા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ઢુંઢા ગામે ખેતરમાંથી ભારતીય બનાવટનો વિદેશી...

Bhruch : ઉમલ્લા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ઢુંઢા ગામે ખેતરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ

પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી હાથ ધરવામાં આવેલ સઘન પ્રયત્નોના આધારે, ઝઘડીયા ટીમ ઉમલ્લા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન બાતમી મળેલ કે, “ઢુંઢા ગામે ટેકરા ફળીયા ખાતે રહેતો બુટલેગર નરેન્દ્રભાઇ ઉર્ફે નંદો પુનમભાઇ વસાવાનાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના ઘરના પાછળના ભાગે આવેલ ખેતરમાં સંતાડી રાખી .

એક્ટીવા ગાડીથી મુદામાલ સગે-વગે કરવાની તૈયારીમાં છે” જેવી મળેલ બાતમીના આધારે ઢુંઢા ગામે ટેકરા ફળીયા ખાતે નરેન્દ્ર ઉર્ફે નંદા વસાવાના ઘરની ખાત્રી કરી ઘરમાં તથા આજુબાજુ તપાસ કરતા ઘરની પાછળના ભાગે આવેલ ખેતરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા ટીન-બિયર નંગ-૯૫૬ કિં.રૂ. ૨,૫૭,૮૮૦/-તથા એક્ટીવા ગાડી નંબર GJ-16-CN-6085 કિંમત રૂ. ૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૦૧ કી.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩,૧૨,૮૮૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નરેન્દ્રભાઇ ઉર્ફે નંદો પુનમભાઇ વસાવા (ઉ.વ. ૨૮, રહે. ઢુંઢા ગામ, ટેકરા ફળિયું, તા.ઝઘડિયા, જી.ભરૂચ.) નાઓને ઝડપી પાડી બે આરોપી (૧) રણજીતભાઇ મફતભાઇ વસાવા (રહે. નાના પાટણા ગામ, તા.નાંદોદ, જી-નર્મદા.) અને (૨) દીનેશભાઇ શાંતીલાલ વસાવા (રહે.ચિત્રોલ, તા.નાંદોદ, જી.નર્મદા.) ને વોન્ટેડ જાહેર કરી પ્રોહીબીશન એકટ તથા ભારતીય ન્યાય સંહીતાની સંલગ્ન કલમો મુજબ ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

Reporter : કેતન મહેતા, ભરૂચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments