E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeGujaratBhuj : ખાવડા હાઈવે પર મોંઘીદાટ કાર બળીને ખાખ, લાખોની રોકડ અને...

Bhuj : ખાવડા હાઈવે પર મોંઘીદાટ કાર બળીને ખાખ, લાખોની રોકડ અને દસ્તાવેજો રાખ

ભુજ-ખાવડા હાઈવે પર લક્ઝુરિયસ રેન્જ રોવર કાર ચાલતી વખતે અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં કાર બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી.કચ્છના ભુજ-ખાવડા હાઈવે પર આજે એક ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં એક લક્ઝુરિયસ રેન્જ રોવર કાર ચાલતી વખતે અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં કાર બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાર ખાવડાથી ભુજ તરફ જઈ રહી હતી ત્યારે હાઈવે પર અચાનક તેમાં આગ લાગી હતી. કારમાંથી ધુમાડો નીકળતો જોઈ ચાલકે તાત્કાલિક ગાડી સાઈડમાં ઉભી રાખીને બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો આબાદ બચાવ થયો છે. જોકે, કારની અંદર રહેલા અગત્યના દસ્તાવેજો અને રોકડ રકમ પણ આગમાં સંપૂર્ણપણે સળગીને ખાખ થઈ ગયા છે.

આગ લાગતાની સાથે જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, કાર પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ મટીરીયલની બનેલી હોવાથી આગે ખૂબ જ ટૂંકા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર ફાઈટરની ટીમ પહોંચે તે પહેલા જ ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂકી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments