E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaBihar : લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી

Bihar : લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી

બિહારના બક્સરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં ગોળી મારી દીધી હતી. લગ્ન પ્રસંગ દરમિયાન એકતરફી પ્રેમીએ દુલ્હનને ગોળી મારી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પછી તાત્કાલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ લઈ ગયા હતા.

બિહારના બક્સરમાં એક લગ્ન સમારંભ શોકમાં ફેરવાઈ ગયો હતો. મંગળવારે(24 ફેબ્રુઆરી, 2026) રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન દુલ્હનને તેના પ્રેમીએ જાહેરમાં ગોળી મારી દીધી હતી. મળતી માહિતી મુજબ, આરોપીની ઓળખ પાડોશી દીનબંધુ તરીકે થઈ છે. 18 વર્ષની આરતી કુમારી તેના ભાવિ પતિ સાથે સ્ટેજ પર હતી. કપલ મિત્રો અને પરિવારથી ઘેરાયેલું હતું. આ દરમિયાન એક યુવતી કદાચ મૃતકની બહેન સ્ટેજ પર ધાર્મિક વિધિ કરી રહી હતી. જેમાં તે તેના બનેવીના માથા પર તિલક કરી રહી હતી. આ પછી યુવતી આરતી તરફ વળીને તિલક લગાવ્યું, એટલામાં અચાનક સ્ટેજની સામે ભેગા થયેલા મહેમાનોમાંથી એક વ્યક્તિએ આરતીને ગોળી મારી દીધી હતી.

આ ઘટનામાં ગોળી આરતીના પેટમાં તેની નાભિ પાસે વાગી હતી. આ હુમલાથી લગ્નમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક લોકો તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, લોકોએ તાત્કાલિક આરતીને નજીકની સદર હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાથમિક સારવાર આપ્યા પછી ડૉક્ટરે દુલ્હનને વારાણસી ટ્રોમા સેન્ટરમાં રિફર કરી હતી.

સમગ્ર મામલે DSPએ જણાવ્યું હતું કે, ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના નગર ચૌસા પંચાયતના મલ્લાહ ટોલાની છે. પરિવારનું કહેવું છે કે, યુવક તેમની દીકરીને એકતરફી પ્રેમ કરતો હતો. ઈજાગ્રસ્ત દુલ્હને આરોપી પ્રેમીનું નામ લઈને કહ્યું, ‘દીનબંધુએ મને ગોળી મારી દીધી.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments