E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : ઈમરાન હાશ્મી શૂટિંગમાં ઘાયલ, હવે એક્શન દ્રશ્યો ઓછાં કરશે, પેટના...

Bollywood : ઈમરાન હાશ્મી શૂટિંગમાં ઘાયલ, હવે એક્શન દ્રશ્યો ઓછાં કરશે, પેટના ભાગે ઘા વાગતા સર્જરી કરાઈ

ઈમરાન હાશ્મી તાજેતરમાં ‘આવારાપન ટુ’નાં શૂટિંગ વખતે એક એક્શન દ્રશ્ય કરવા જતાં ઘાયલ થયો હતો. તેેને પેટના ભાગે ઘા વાગતાં તત્કાળ તબીબી સારવારની જરુર પડી હતી અને એક નાની સર્જરી પણ કરવી પડી હતી. જોકે, તે આરામ માટે વધારે દિવસો વેડફ્યા વિના તત્કાળ સેટ પર પાછો હાજર થયો હતો. 

જોકે, તેની પરિસ્થિતિ વધારે ખરાબ ન થાય તે માટે હવે ફિલ્મનાં એક્શન દ્રશ્યોની કોરિયોગ્રાફીમાં ફેરફાર કરાયો છે. ઈમરાનના ભાગે એક્શન દ્રશ્યો ઘટાડવામાં આવ્યાં છે. તેના કારણે  ફિલ્મનાં સમગ્ર શૂટિંગ શિડયૂલમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા  છે. વધુ ઈજા થાય અને વધારે દિવસો સુધી શૂટિંગ રખડી પડે તેને બદલે ભલે ઓછું કામ થાય પરંતુ શૂટિંગ સતત ચાલતું રહે તેમ નક્કી કરાયું છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments