E-Paper
Saturday, March 7, 2026
E-Paper
HomeBollywoodBollywood : કાર્તિકની નાગઝિલામાં સાઉથની પ્રીતિ મુકન્દન હિરોઈન હશે

Bollywood : કાર્તિકની નાગઝિલામાં સાઉથની પ્રીતિ મુકન્દન હિરોઈન હશે

કાર્તિક આર્યનની ફિલ્મ ‘નાગઝિલ્લા’માં સાઉથની પ્રીતિ મુકુન્દન હિરોઈન હોવાનું જાહેર થયું છે. પ્રીતિ  અત્યાર સુધી તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ તેની પહેલી હિન્દી ફિલ્મ હશે. 

કાર્તિક આર્યન બોલિવુડમાં આવતાં પહેલાં બી ટેક કરી ચૂક્યો છે. તેની નવી  હિરોઈન પ્રીતિએ પણ ગ્લેમર વર્લ્ડમાં ઝંપલાવતાં  પહેલાં બી. ટેક.ની ડિગ્રી મેળવી છે.   આ ફિલ્મમાં કાર્તિક આર્યન ઇચ્છાધારી નાગના રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ ચોથી ઓગસ્ટના રીલિઝ  કરવાની યોજના હતી. પરંતુ વીએફએક્સનું અને પોસ્ટ પ્રોડક્શનનું ઘણું કામ બાકી હોવાથી ફિલ્મની રીલિઝ  પાઠળ ઠેલાઈ જાય તેવી સંભાવના છે. 

ઉલ્લેખનીય છ ેકે, ૨૦૨૫માં  કાર્તિક  આર્યન ‘તુ  મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’માં જોવામાં મળ્યો હતો. આ ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઇ હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments