E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : થ્રી ઈડિયટની સીકવલ ફોર ઈડિયટ બનશે, ચોથા હિરોની એન્ટ્રી

Bollywood : થ્રી ઈડિયટની સીકવલ ફોર ઈડિયટ બનશે, ચોથા હિરોની એન્ટ્રી

આમિર ખાન, આર. માધવન તથા શર્મન જોશીની ‘થ્રી ઇડિયટસ’ની સીકવલ હવે ‘ફોર ઈડિયટસ’ ટાઈટલ સાથે બનશે એમ કહેવાય છે. આ ફિલ્મમાં મૂળ ત્રણ હિરો ઉપરાંત એક ચોથા હિરોનો પણ ઉમેરો થશે. આ માટે બોલિવુડના એક ટોચના સ્ટારનો સંપર્ક કરાયો હોવનું કહેવાય છે.

મૂળ ફિલ્મનો અંત જ્યાં આવ્યો હતો ત્યાંથી જ સીકવલની વાર્તા આગળ વધશે. મૂળ ફિલ્મનાં પાત્રો તથા સંદર્ભોને જાળવી રાખવાની સાથે સાથે વાર્તામાં અનેક ફેરફારો પણ થશે. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

જોકે, ફિલ્મનું શૂૂટિંગ ક્યારથી ચાલુ થશે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ વિગતો અપાઈ નથી. મોટાભાગે આવતાં વર્ષના ઉત્તરાર્ધમાં આ ફિલ્મ શરુ થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments