HomeBollywoodBollywood : પબ્લિસિટી માટે ભૂતબંગલા છ દિવસ પાછી ઠેલવાનું ગતકડું

Bollywood : પબ્લિસિટી માટે ભૂતબંગલા છ દિવસ પાછી ઠેલવાનું ગતકડું

અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ની રીલિઝ છ દિવસ માટે પાછળ ઠેલવાની જાહેરાત કરાઈ છે. આ સંજોગોમાં આ કોઈ બિઝનેસલક્ષી નિર્ણય કરતાં પબ્લિસિટી માટે ગતકડું હોવાની શક્યતા વધારે છે તેવી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ તા. ૧૦મી એપ્રિલને બદલે હવે તા. ૧૬મી એપ્રિલે રીલિઝ થવાની છે. કારણ એવું અપાયું છે કે હજુ પણ રણવીરની ‘ધુરંધર ટુ’ ટિકિટબારી પર ટંકશાળ પાડી રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે.

જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર કોઈ ફિલ્મ એકાદ-બે મહિના પાછળ ખસે તો વિતરણની મજબૂરી તથા બિઝનેસની સંભાવનાઓની વાત સમજી શકાય છે. પરંતુ, ફિલ્મ તા. ૧૦મી એપ્રિલે રીલિઝ થાત તો બિઝનેસ ન મળત અને તા. ૧૬મીએ રીલિઝ થશે તો પ્રેક્ષકો ઉમટી પડશે એ વાત બહુ તર્કસંગત લાગતી નથી. આ સંજોગોમાં રીલિઝ ડેટમાં ફેરફાર પણ હાલના સંજોગોમાં પબ્લિસિટીનું વધુ એક ગતકડું જ લાગી રહ્યું છે. અક્ષય કુમારની પાછલી કેટલીક ફિલ્મોનું પ્રદર્શન તેની રિલાયેબલ કમર્શિઅલ સ્ટાર તરીકેની ઈમેજને છાજે તેવું રહ્યું નથી. આ સંજોગોમાં ફિલ્મના પ્રચાર માટે શક્ય તમામ પ્રયાસ થઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments