માધુરી દીક્ષિતે જુહુમા આવેલો પોતાનો એપાર્ટમેન્ટ રૂપિયા ૩.૯૦ કરોડમાં વેંચ્યો છે. આ ફ્લેટ તેણે ૨૦૧૨માં ૧.૯૬ કરોડમાં ખરીદ્યો હતો. આ ફ્લેટના સોદાનું રજિસ્ટ્રેશન ૧૫ ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. આ ફ્લેટ બિલ્ડિંગના ચોથા મજલે આવેલો છે.

અભિનેત્રીનો આ ફ્લેટ ૭૮૦.૧૩ સ્કે.ફૂટમાં ફેલાયેલો છે. આ ફ્લેટ ખરીદનાર એક મહિલા હોવાથી તેને સ્ટેમ્પ ડયુટીમાં એક ટકાનો ફાયદો થયો હતો.
માધુરી દીક્ષિત અને ડો. નેનેએ આ જુહુનો ફ્લેટ જુન ૨૦૧૨માં ૧.૯૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ૧૩ વરસ પછી પ્રોપર્ટીની વેલ્યુ ૧૦૦ ટકાની આસપાસ પહોંચી ગઇ છે.


