HomeBollywoodBollywood : રણબીરની રામાયણ ફિલ્મમાં ફૈઝલ મલિક કુંભકર્ણના રોલમાં

Bollywood : રણબીરની રામાયણ ફિલ્મમાં ફૈઝલ મલિક કુંભકર્ણના રોલમાં

‘પંચાયત’ વેબ સીરિઝમાં પ્રહલાદ ચાચાના રોલમાં લોકપ્રિય બનેલો ફૈઝલ ખાન રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’માં કુંભકર્ણનો રોલ ભજવવાનો હોવાનું કહેવાય છે.

એક તબક્કે બોબી દેઓલને આ રોલ સોંપાયો હોવાનું કહેવાતું હતું. પરંતુ, હવે એક અપડેટ પ્રમાણે આ રોલ માટે ફૈઝલને સિલેક્ટ કરાયો છે.

ફૈઝલે પોતાના ઈન્ટ્રોડ્ક્શન સીનનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ કર્યું હતું. જોકે, તેને બીજા ભાગમાં વધુ સ્ક્રીન ટાઈમ મળશે. આ માટે તે કેટલાક એક્શન દ્રશ્યોનું પણ શૂટિંગ કરવાનો છે.

આશ્ચર્યની વાત તો એ છે કે,’રામાયણ’ ફિલ્મમાં નવા-નવા કલાકારોની એન્ટ્રીની જાણકારી આવ્યા કરે છે. પરંતુ નિર્માતા-દિગ્દર્શકે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments