E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeBollywoodBollywood : વેલકમ ફોર પણ બનશે, ફિલ્મની સ્ક્રિપ્ટ લખાવા માંડી

Bollywood : વેલકમ ફોર પણ બનશે, ફિલ્મની સ્ક્રિપ્ટ લખાવા માંડી

વેલકમ ટુ ધી જંગલ’નું શૂટિંગ હજુ બાકી છે તે પહેલાં તો ‘વેલકમ ફોર’ માટે તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખાવા માંડી હોવાનું કહેવાય છે. 

આગામી જૂન માસમાં રજૂ થનારી ‘વેલકમ ટુ ધી જંગલ’માં હજુ એક ગીત ઉપરાંત કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ બાકી છે. જોકે, તે અગાઉ જ આ ફ્રેન્ચાઈઝીને આગળ વધારવાનો નિર્ણય લેવાઈ ગયો છે.  જોકે, એક દાવા અનુસાર ‘વેલકમ ફોર’માં કેટલાક મહત્વના ફેરફારો થશે.  અનિલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવલ ઉપરાંત કેટલાક નવા કલાકારો પણ ઉમેરાશે. 

મૂળ ‘વેલકમ’ ફિલ્મની ગુડવિલનો લાભ લેવા માટે ચોથા ભાગની પણ જાહેરાત કરાઈ છે. જોકે, હજુ તો તેને ‘વેલકમ ફોર’ જ નામ અપાશે કે પછી કોઈ નવું ટાઈટલ જાહેર કરાશે તેની રાહ જોવાઈ રહી છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments