E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : સલીમ ખાનને મિનિમલ બ્રેન હેમરેજ થયું હતું! વેન્ટિલેટર પર રખાયા...

Bollywood : સલીમ ખાનને મિનિમલ બ્રેન હેમરેજ થયું હતું! વેન્ટિલેટર પર રખાયા પણ સર્જરીની જરૂર નહીં

બોલિવૂડના દિગ્ગજ લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાન હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડૉક્ટરો દ્વારા જાહેર કરાયેલ હેલ્થ અપડેટ અનુસાર, તેમને ‘મિનિમલ બ્રેઈન હેમરેજ’ થયું હોવાનું નિદાન થયું છે. 

સલીમ ખાનની હાલતમાં સુધારો, ઓપરેશનની જરૂર નહીં પડે

જોકે, રાહતની વાત એ છે કે તેમની સ્થિતિમાં હાલ સર્જરીની કોઈ આવશ્યકતા જણાતી નથી. વધુ ઉંમરના કારણે રિકવરી થોડી ધીમી છે, તેમ છતાં તેમની હાલતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. વરિષ્ઠ ડૉક્ટર જલીલ પારકરે જણાવ્યું કે, તેમની સ્થિતિ સમજવા માટે ‘ડિજિટલ સબટ્રેક્શન એન્જિયોગ્રાફી'(DSA) કરવામાં આવી છે અને હાલ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

ડૉક્ટર્સની ટીમ દ્વારા 24 કલાક સખત મોનિટરિંગ

સલીમ ખાનને ગત 17 ફેબ્રુઆરીએ હાઈ બ્લડ પ્રેશર અને બ્રેઈન હેમરેજની ફરિયાદ બાદ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ડૉક્ટર્સની ટીમ 24 કલાક તેમની દેખરેખ રાખી રહી છે અને સ્થિતિ વધુ સ્થિર થતા તેમને વેન્ટિલેટર પરથી હટાવવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં સલમાન ખાન, અરબાઝ ખાન, હેલન અને સલમા ખાન સહિત સમગ્ર પરિવાર અને જાવેદ અખ્તર જેવી હસ્તીઓ હોસ્પિટલ પહોંચી હતી. ચાહકો પણ સોશિયલ મીડિયા પર તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments