સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ક્રિકેટ જગતના તે સમયના બીસીસીઆઈ પ્રમુખ જગમોહન દાલમિયાની ભૂમિકા માટે ગજરાજ રાવની પસંદગી કરાઈ હોવાનું જાણવા મળે છે.
ફિલ્મમાં સૌરવના પિતાની ભૂમિકા માટે બોમન ઈરાની તથા માતાની ભૂમિકા માટે અપરાજિતા આધ્યાને સિલેક્ટ કરાયા હોવાનું કહેવાય છે.

રાજકુમાર રાવ આ ફિલ્મમાં સૌરવ ગાંગુલીની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે પોતાને આ પાત્રમાં ઢાળવા માટે મહેનત શરુ કરી દીધી છે. વિક્રમાદિત્ય મોટવાનેના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મનું શૂટિંગ આગામી તા. ૧૬મી માર્ચથી શરુ થવાનું હોવાની ચર્ચા છે. ફિલ્મનું શૂટિંગ કોલકત્તાના વિખ્યાત ઈડન ગાર્ડન સ્ટેડિયમ ઉપરાંત લંડનનાં ઐતિહાસિક લોર્ડસ સ્ટેડિયમ ખાતે પણ થશે. રાજ કુમાર રાવ સૌરવ ગાંગુલીના પરિવાર સાથે પણ કેટલોક સમય ગાળવાનો છે.


