રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ ‘ધુરંધર’એ વર્લ્ડ વાઈડ 750 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. લોકો હવે તેના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે 19 માર્ચે રિલીઝ થશે. આ વચ્ચે હવો ‘ધુરંધર 2’ ની સ્ટોરીનો ખુલાસો થઈ ગયો છે.

Dhurandhar 2 ફિલ્મની કહાની કેવી હશે?
‘ધુરંધર’માં જમીલ જમાલીની ભૂમિકા ભજવનાર દિગ્ગજ એક્ટર રાકેશ બેદીએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ફિલ્મની કહાની પર વાત કરી. ઈન્ટરવ્યુમાં રાકેશ બેદીએ કહ્યું કે, ”ધુરંધર 2’માં ઘણું બધું આવવાનું છે. તમે જોયું કે રહેમાન ડકૈત (અક્ષય ખન્ના) અને અન્ય રાજકારણીઓના વિરોધ છતાં જમીલ કેવી રીતે હમઝાને સત્તાના શિખર પર પહોંચાડવામાં સફળ રહ્યો. જો કે, જમીલને અહેસાસ થઈ ગયો છે કે, હમઝા પોતાની મરજી ચલાવી રહ્યો છે, તેથી તે તેની લગામ પણ ખેંચી શકે છે. કદાચ તેને પદ પરથી હટાવી પણ શકે છે.’ ત્યારબાદ રાકેશ બેદીએ હસતાં-હસતાં ઉમેર્યું કે, હું તમને આનાથી વધુ કંઈ નહીં જણાવીશ.
‘ધુરંધર’માં બતાવવામાં આવેલી હિંસા અંગે રાકેશ બેદીએ શું કહ્યું?
એક તરફ ‘ધુરંધર’ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ રહી છે, સ્ટોરીથી લઈને કલાકારોને ખૂબ પ્રેમ મળી રહ્યો છે પરંતુ બીજી તરફ ફિલ્મમાં બતાવવામાં આવેલી હિંસાના કારણે ટીકા પણ થઈ રહી છે. ફિલ્મના એક સીન પર તો ખૂબ હોબાળો મચી ગયો હતો, જેમાં ISI મેજર ઈકબાલ એક પકડાઈ ગયેલા ભારતીય જાસૂસને તેની ચામડીમાં અસંખ્ય હૂક ઘૂસાડીને ટોર્ચર કરી રહ્યો છે અને પછી તેની ચામડી ઉખાડી નાખે છે. બીજી તરફ એક સીનમાં કોઈકનું માથું પથ્થરથી કચડી નાખવામાં આવે છે, જ્યારે અન્યને ઉકળતા કઢાઈમાં જીવતો ફેંકી દેવામાં આવે છે.
હવે તેને જસ્ટિફાઈ કરતા રાકેશ બેદીએ કહ્યું કે, ‘શું રામે રાવણને કોઈ પણ પ્રકારની હિંસા વિના માર્યો હતો? હવે એક વિલેન છે જે ખૂબ જ ક્રૂર છે અને લોકો તેનાથી ભયભીત છે, તો જાહેર છે કે, બંને તરફથી હિંસા થશે જ ને? તમે સ્ટોરી સાંભળી નથી રહ્યા, જોઈ રહ્યા છો. જો તમે તેને રિયલ ઘટનાઓના આધાર પર બનાવી રહ્યા છો, તો આ એક દિવસમાં ખતમ ન થઈ શકે. ‘ધુરંધર’ એક એવી ફિલ્મ છે જે હિંસાનું મહિમામંડન નથી કરતી પરંતુ સ્ટોરી કહેવા માટે જરૂરી હોય છે. શું તે સીટી મારવાથી મરી જશે? એ સમજવું જરૂરી છે કે, ફિલ્મમાં હિંસાનો એક ઉદ્દેશ્ય છે. લ્યારીમાં વિલેન દ્વારા પોતાના વિરોધીઓને મારવાની રીત પણ ભયાવહ છે. જો તમે કોઈ વ્યક્તિને આવી રીતે સરળતાથી મારી રહ્યા છો, તો રણવીરની શું જરૂર છે?’‘ધુરંધર’ની સ્ટારકાસ્ટ અને બોક્સ ઓફિસ રિપોર્ટ
‘ધુરંધર’માં રણવીર સિંહ હમઝા અલી મજારીના રોલમાં છે. અક્ષય ખન્ના રહેમાન ડકૈત, અર્જુન રામપાલ મેજર ઈકબાલ, સંજય દત્ત એસપી ચૌધરી અસલમ, આર. માધવન અજય સાન્યાલ, સારા અર્જુન યાલિના જમાલી અને રાકેશ બેદી જમીલ જમાલીના રોલમાં છે. આ ફિલ્મે ભારતમાં 503.20 કરોડ અને વર્લ્ડ વાઈડ 751.98 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મનું બજેટ લગભગ 225 કરોડ હતું.


