બોટાદ જિલ્લાનાં વાહન ખરીદનારાઓને મોટરીંગ પબ્લીક જોગ અન્વયે જણાવવાનું કે, આગામી તા. 15-02-2026થી નોન ટ્રાન્સપોર્ટ ટૂ વ્હિલર GJ33N, ફોર વ્હિલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33T સીરીઝના સિલ્વર-ગોલ્ડન પસંદગીના નંબરો ઓનલાઈન એપ્લીકેશન ઈ ઑક્શનથી ફાળવવામાં આવશ
જેથી વાહન ખરીદીના 30 દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઈ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઑક્શનમાં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. તથા વાહન ખરીદીના દિવસ-7 (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લિકેશન parivahan.gov.in વેબસાઈટ પર આ મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

તા. 15-02-2026થી 17-02-2026 સમય બપોરે 16:00 સુધીમાં અરજી કરવાની રહેશે. તા. 17-02-2026 થી 19-02-2026 16:00 સુધી બિડિંગ રહેશે. અરજદારોના ઈ-ફૉર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમીટ(જમા) કરવાનું રહેશે. જેમણે સીએનએ ફોર્મ ભરેલ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકાશે. જેની નોંધ લેવી. ઉપર્યુક્ત હરાજીમાં ટેક્નીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે, તેમ એઆરટીઓશ્રી, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.


