E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratBotad : રાણપુર-પાળીયાદ રોડ ઉપરથી કપાસની આડમાં લઈ જવાતો બીયર નો મસમોટો...

Botad : રાણપુર-પાળીયાદ રોડ ઉપરથી કપાસની આડમાં લઈ જવાતો બીયર નો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો

બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્માની સુચના હેઠળ પાળીયાદ પોલીસ સ્ટેશનના PI પી.ડી.વાંદા તેમજ પોલીસ સ્ટાફના રામદેવસિંહ ચાવડા,યશપાલસિંહ ગોહિલ,હિતેશભાઈ સોલંકી સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે રાણપુર-પાળીયાદ રોડ ઉપર સાંકરડી ગામ પાસેથી આઇસર ટ્રકમાં કપાસની આડમાં લઈ જવા તો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.

જેમાં કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ 500 એમ.એલ.ના બીયર ના 1776 ટીન રૂ.3,19,180,આઇસર ટ્રક રૂ.5,00,000,1 મોબાઈલ રૂ.5000,ટેક્ષ ઈન્વોઈસ બીલ મુજબ કપાસ વજન 93.1 ક્વીન્ટલ જી.એસ.ટી.સહીત કપાસ રૂ.7,28,274 મળી કુલ 15,52,954 રૂપિયા નો મુદ્દામાલ સાથે પાળીયાદ પોલીસે ગગજીભાઈ સામંતભાઈ કુકવાવા રહે.હડાળા,તાલુકો સાયલા,જિલ્લો સુરેન્દ્રનગર વાળા ને ઝડપી લઈ પ્રવીણભાઈ મયુરભાઈ મેણીયા રહે.નડાળા,તાલુકો સાયલા,જિલ્લો સુરેન્દ્રનગર વાળાએ મધ્યપ્રદેશ ખાતેથી બીયરનો જથ્થો મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે પોલીસે આ બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ અને કાર્યવાહી પાળીયાદ પોલીસ સ્ટેશનના PI પી.ડી.વાંદા એ હાથ ધરી છે.રાણપુર-પાળીયાદ રોડ ઉપર સાંકરડી ગામ પાસેથી આઇસર ટ્રકમાં કપાસની આડમાં લઈ જવા તો બીયર નો મસમોટો જથ્થો પાળીયાદ પોલીસે ઝડપી લઈ પ્રશંસનીય કામગીરી કરી છે..

REPOTER :વિપુલ લુહાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments