E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeBollywoodBox Office : સૂર્યાની 'રેટ્રો'ફિલ્મે મચાવી ધમાલ, 4 દિવસમાં 43 કરોડની કમાણી

Box Office : સૂર્યાની ‘રેટ્રો’ફિલ્મે મચાવી ધમાલ, 4 દિવસમાં 43 કરોડની કમાણી

સાઉથ અભિનેતા સૂર્યાની ‘રેટ્રો’ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી. ‘રેટ્રો’ ફિલ્મને વીકએન્ડ ફળ્યો. ફિલ્મને શનિવાર અને રવિવારના રોજ બોક્સ ઓફિસ પર બીજી ફિલ્મોને ટક્કર આપી જોરદાર કલેકશન કર્યું. સૂર્યાની રેટ્રો સાથે બોક્સ ઓફિસ પર બોલીવુડ દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો પણ અત્યારે થિયેટરમાં રિલીઝ થઈ છે. બિગ બજેટની અન્ય પાંચ ફિલ્મોને સૂર્યાની રેટ્રો ફિલ્મે જોરદાર ટક્કર આપતા રિલીઝ થયાના ચાર દિવસમાં બોકસ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે.

બોક્સ ઓફિસ પર સારો દેખાવ

રેટ્રો ફિલ્મનો બોક્સ ઓફિસ કલેક્શનના શરૂઆતના ચાર દિવસના આંકડા જોઈએ તો પહેલા દિવસે – 19.25 કરોડ રૂપિયા, બીજા દિવસે – 7.75 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે – 8 કરોડ રૂપિયા અને રવિવારના દિવસે એટલે કે ચોથા દિવસે – 8 કરોડ રૂપિયાનું બમ્પર કલેકશન કર્યું.  કાર્તિક સુબ્બારાજ દ્વારા દિગ્દર્શિત, રેટ્રોના રવિવારે કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. રેટ્રોએ તેના ત્રીજા અને ચોથા દિવસે સ્થાનિક બોક્સ ઓફિસ પર 8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્યાર સુધી રેટ્રો ફિલ્મનું કુલ કલેક્શન 43 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. રેટ્રો 1 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મે પહેલા દિવસે 2 કરોડ રૂપિયાની કમાણી કરી હોવા છતાં, રવિવારે કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો જે રેટ્રો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

અજય દેગગણને ટક્કર આપવામાં નિષ્ફળ સૂર્યા

સૂર્યાની ફિલ્મ રેટ્રોએ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હશે, પરંતુ તે રેડ 2 અને HIT 3 ને હરાવવામાં નિષ્ફળ ગઈ. રવિવારે, અજય દેવગણ અભિનીત ફિલ્મ રેડ 2 એ 21 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મનું કુલ કલેક્શન 70.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. બીજી તરફ, નાની સ્ટારર ફિલ્મ હિટ 3 પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. રવિવારે તેણે 9.50 કરોડ રૂપિયાની કમાણી કરી અને તેનું કુલ કલેક્શન 51.40 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments