E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBreaking NewsBreaking News : અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની...

Breaking News : અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની 8 ગાડી ઘટનાસ્થળે

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં મોની હોટલની ગલીમાં વિકરાળ આગ લાગી છે. ગુરુકૃપા એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરીમાં આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કોશિશ થઈ રહી છે.

ફેક્ટરીની આસપાસ દુકાનો અને રહેણાંક વિસ્તાર હોવાથી અફરા તફરી મચી હતી. કેમિકલના કારણે આગ એટલી ભીષણ બની ગઈ કે ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ ફેકટરીમાં મોટા પાયે નુકસાનની આશંકા છે. જશોદાનગર, મણીનગર, અસલાલીના ગજરાજ(ફાયરની ગાડીઓ) હાલ ઘટનાસ્થળે છે.

આગ કેમ લાગી તેનું કારણ હજું સુધી જાણી શકાયું નથી. ફાયરની ટીમ હાલ આગ બૂઝાવવાની કામગીરીમાં લાગેલી છે. આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધા બાદ આગ લાગવા પાછળના કારણની તપાસ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments