અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર ઘાતક હુમલો કર્યો છે. જેના વળતાં જવાબમાં ઈરાને ઈઝરાયલ અને અમેરિકાના અલગ અલગ દેશોમાં સ્થિત સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે. ઈઝરાયલનું સ્પષ્ટ કહેવું છે કે, જ્યાં સુધી ઈરાન પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણ રીતે બંધ નહીં કરે ત્યાં સુધી યુદ્ધ કરશે, બીજી તરફ ઈરાને પણ અમેરિકા અને ઈઝરાયલને ચેતવણી આપી છે કે યુદ્ધ શરૂ તમે કર્યું છે ખતમ અમે કરીશું.
ઈરાને ઓપરેશન ફતહ-એ-ખૈબર હેઠળ એક સાથે કતાર, બેહરીન, કુવૈત, UAE, જોર્ડન, સાઉદી અરેબિયા, ઈરાક અને ઇઝરાયલ પર હુમલો કર્યો છે. જેમાં ઈઝરાયલ ઉપરાંત ઈરાનની આસપાસ આવેલા US સૈન્ય બેઝને ટાર્ગેટ બનાવ્યા છે. ઈરાને બેહરીનમાં અમેરિકન હેડક્વાર્ટર પર હુમલા કર્યા છે. કતારમાં US બેઝ પર હુમલા કર્યા છે. બેહરીનમાં સાયરનના અવાજ સાંભળવા મળી રહ્યા છે. સાઉદી અરેબિયાના રિયાદમાં અને ઈરાકમાં પણ ઈરાને અમેરિકાના સૈન્ય સ્થળોને ટાર્ગેટ કરી ભીષણ હુમલો કર્યો છે.

ઈરાને પહેલાથી જ અમેરિકાને વિનાશક જવાબ આપવાની જાહેરાત કરી હતી. ઈરાનના બદલામાં અમેરિકાને સૌથી વધુ નુકસાન થયું છે, કારણ કે ઈરાને મિસાઈલથી તેના 8 બેઝને એક સાથે ટાર્ગેટ કર્યા છે. ઈરાને એ પણ કહ્યું છે કે અમેરિકાના તમામ સૈન્ય ઠેકાણા તેમના ટાર્ગેટ પર છે.
ઈરાનની આસપાસના અમેરિકાના મુખ્ય બેઝ કયા કયા?
દેશ
મુખ્ય બેઝનું નામ
વિશેષતા
કતાર (Qatar)
અલ ઉદૈદ એર બેઝ (Al Udeid Air Base)
મધ્ય પૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું એર બેઝ અને CENTCOM નું મુખ્ય મથક.
બહેરીન (Bahrain)
નેવલ સપોર્ટ એક્ટિવિટી (NSA Bahrain)
અમેરિકન નેવીના 5th Fleet નું હેડક્વાર્ટર, જે સમુદ્રી સુરક્ષા સંભાળે છે.
કુવૈત (Kuwait)
કેમ્પ આરીફજાન અને અલી અલ સાલેમ એર બેઝ
આર્મી અને એરફોર્સ માટેનું મહત્વનું લોજિસ્ટિક્સ હબ.
યુએઈ (UAE)
અલ ધાફરા એર બેઝ (Al Dhafra Air Base)
અહીંથી જાસૂસી વિમાનો અને ફાઈટર જેટ્સ ઓપરેટ કરવામાં આવે છે.
જોર્ડન (Jordan)
મુવફ્ફાક અલ-સાલ્ટી એર બેઝ
એરફોર્સની કામગીરી માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું સ્થળ.
ઇરાક (Iraq)
આઈન અલ-અસદ અને ઇરબિલ એર બેઝ
સ્થાનિક સુરક્ષા દળોને તાલીમ આપવા અને આતંકવાદ સામેના મિશન માટે.
સાઉદી અરેબિયા
પ્રિન્સ સુલતાન એર બેઝ
મિસાઈલ ડિફેન્સ અને એર સપોર્ટ માટે ઉપયોગી.
અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં હુમલા કર્યા બાદ ટ્રમ્પે પ્રથમ નિવેદન આપતાં કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે. તે પરમાણુ બોમ્બ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. અમે ઈરાનની નેવીને જ ખતમ કરવા જઈ રહ્યા છીએ. અમે ઈરાનના મિસાઇલ ઠેકાણાઓને નષ્ટ કરી નાખીશું. તે અમેરિકાને નિશાન બનાવવાની ફિરાકમાં હતું. અમે ઈરાનના પરમાણુ સેન્ટરને જ ઉડાવી નાખીશું.


