HomeRashifalBusinessBusiness : ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક સોનામાં પીછેહઠ જ્યારે ક્રિપ્ટોમાં તેજી

Business : ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક સોનામાં પીછેહઠ જ્યારે ક્રિપ્ટોમાં તેજી

જ્યારે જ્યારે યુદ્ધ જેવી ઘટનાને કારણે વૈશ્વિક અનિશ્ચિતતા ઊભી થાય છે ત્યારે સામાન્ય રીતે ગોલ્ડ તથા ડોલરમાં રોકાણકારોનું સેફ હેવન રોકાણ વધી જાય છે અને આ એસેટસના ભાવ ઊંચે જતા હોય પરંતુ વર્તમાન ઈરાન યુદ્ધના સમયમાં સોના તથા ડોલરને બદલે એસેટ કલાસ એટલે કે બિટકોઈન એક મજબૂત એસેટસ તરીકે ઊભરી આવ્યો છે. 

૨૮ ફેબુ્રઆરીના ઈરાન પર ઈઝરાયલ તથા અમેરિકાના આક્રમણ બાદ બિટકોઈનમાં જોરદાર રેલી જોવા મળી છે, જ્યારે સોનામાં રેલી ટકી શકી નથી અને ઈક્વિટીસમાં ધબડકો થયો છે. 

ઈરાન પર અમેરિકા તથા ઈઝરાયલે શરૂ કરેલા હુમલાને પરિણામે ક્રિપ્ટોકરન્સીઝ માર્કેટમાં મોટું કરેકશન આવ્યું હતું અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન  યુદ્ધ ફાટી નીકળ્યાના ગણતરીના કલાકોમાં જ પાંચ ટકાથી વધુ તૂટી ૬૩૦૦૦ ડોલરની નજીક સરકી ગયો હતો. જો કે ત્યારબાદ તેમાં રિકવરી આવી હતી અને યુદ્ધના ૧૮માં દિવસે બિટકોઈન ઉપરમાં ૭૫૯૧૨ ડોલર જોવા મળ્યો હતો, બીજી વર્તમાન મહિનામાં ગોલ્ડના વૈશ્વિક ભાવમાં પાંચ ટકા જેટલું કરેકશન આવ્યું છે. ૅૅજ્યારે ગોલ્ડના ભાવ જે પ્રતિ ઔંસ ૫૨૯૯ ડોલર પહોંચી ગયા હતા તે હાલમાં ૫૦૦૦ ડોલર આસપાસ બોલાઈ રહ્યો છે.

બિટકોઈન ઉપરાંત અન્ય ક્રિપ્ટોકરન્સીઝ એથર, એકસઆરપી, સોલાનામાં પણ ૧૦ ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.

યુદ્ધ સંબંધિત જોખમો હળવા થઈ રહ્યાના સંકેતોએ જોખમી એસેટસમાં આકર્ષણ વધાર્યું હોવાનું બજારના સુુત્રો માની રહ્યા છે.

અમેરિકામાં લિસ્ટેડ બિટકોઈન એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)મા ંગયા સપ્તાહે ૭૬.૩૦ કરોડ ડોલરનો નેટ ઈન્ફલો રહ્યો હતો. યુદ્ધ ફાટી નીકળ્યા બાદ માર્ચમાં કુલ ઈન્ફલો ૧.૩૦ અબજ ડોલરને પાર કરી ગયાનું પ્રાપ્ત ડેટા જણાવે છે, જે રોકાણકારો ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા વચ્ચે પણ ક્રિપ્ટોસ જેવી જોખમી એસેટસમાં વિશ્વાસ ધરાવતા હોવાનું સૂચવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments