એપલ ઓફિશિયલી ફોલ્ડેબલ iPhone લોન્ચ કરે એ પહેલાં જ તેની ડિઝાઇન લીક થઈ ગઈ છે. આ લીક 3D CAD રેન્ડરિંગ ફાઇલોના રૂપમાં સામે આવી છે. ટેક્નોલોજી જર્નાલિસ્ટ Sonny Dicksonએ X પર એક પોસ્ટ શેર કરી છે. આ ફોટોમાં એક અનોખી ડિઝાઇન જોવા મળી રહી છે જેમાં iPhone Air જેવી કેમેરા પ્લેટો પર બે કેમેરા છે, પરંતુ તેની ડિઝાઇન સિંગલ કેમેરા સેટઅપથી અલગ છે.
લીક થયેલી ડિઝાઇન ફાઇલમાં એવું પણ દેખાય છે કે iPhone Fold ખોલ્યા પછી કેવો દેખાશે. તેના ઉપરની ડાબી બાજુ ઉપરની સાઇડ પર ફ્રન્ટ કેમેરા માટે એક ડોટ જોવા મળે છે. બીજી એક તસવીરમાં ફોનના બહારના ભાગનો ખુલ્લો અને બંધ બંને વ્યૂ જોવા મળે છે, જેમાં બહારનો ડિસ્પ્લે પંચ-હોલ કટઆઉટ સાથે દેખાય છે. ફોનના બે ખૂણા ગોળ છે જ્યારે બાકીના બે ખૂણા ચોરસ છે, જ્યાં તેની હિંજ મૂકવામાં આવી છે.

iPhone Foldની લીક થયેલી ડિઝાઇન ફાઇલો એપલના હજી સુધી જાહેર ન થયેલા iPhone Fold વિશેની છે. આ ડિવાઇસની તાજેતરની અફવાઓ દર વર્ષના ટ્રેન્ડ સાથે મેળ ખાય છે. દર વર્ષે આજ સમયે નવા iPhoneની ડિઝાઇન ઓનલાઈન લીક થતી હોય છે અને આ વર્ષે પણ એ જ સમયે આ લીક સામે આવી છે.


