HomeRashifalBusinessBusiness : ઔદ્યોગિક ડીઝલમાં તોતિંગ વધારો, ફેક્ટરી ઉત્પાદન ખર્ચ વધતા રોજિંદી વસ્તુઓના...

Business : ઔદ્યોગિક ડીઝલમાં તોતિંગ વધારો, ફેક્ટરી ઉત્પાદન ખર્ચ વધતા રોજિંદી વસ્તુઓના ભાવ વધશે

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસર હવે ભારતીય ઉદ્યોગો પર દેખાવા લાગી છે. IOC દ્વારા ઔદ્યોગિક ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 21.92 નો નાટ્યાત્મક વધારો કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસર હવે ભારતીય ઉદ્યોગો પર દેખાવા લાગી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા ઔદ્યોગિક (Bulk) ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹21.92 નો નાટ્યાત્મક વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે ઔદ્યોગિક ડીઝલનો ભાવ ₹87.67 થી વધીને ₹109.59 પ્રતિ લિટર પર પહોંચી ગયો છે.

ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું આ ડીઝલ સામાન્ય ડીઝલથી અલગ છે? હકીકતમાં, ઔદ્યોગિક ડીઝલ અને પેટ્રોલ પંપ પર મળતું છૂટક ડીઝલ બંને સમાન ‘હાઇ સ્પીડ ડીઝલ’ (HSD) જ છે. તફાવત માત્ર તેની ખરીદીની પદ્ધતિ અને ટેક્સ માળખામાં છે.છૂટક ડીઝલ જે સામાન્ય વાહનચાલકો પેટ્રોલ પંપ પરથી પુરાવે છે.ઔદ્યોગિક ડીઝલ જે તેલ કંપનીઓ સીધા ટેન્કરો દ્વારા મોટા ઉદ્યોગો, મોલ, હોસ્પિટલો અથવા વીજ મથકોને જથ્થાબંધ સપ્લાય કરે છે.

તેલ કંપનીઓએ આ ભાવવધારા પાછળ રશિયા-યુક્રેન સંકટ અથવા આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને કારણે વધેલા ક્રૂડ ઓઈલના ભાવને જવાબદાર ગણાવ્યા છે. છેલ્લા 25 દિવસમાં ક્રૂડ ઓઈલ 35% મોંઘું થઈને પ્રતિ બેરલ $107 ની આસપાસ પહોંચી ગયું છે, જેની સીધી અસર જથ્થાબંધ ખરીદદારો પર પડી છે.

જોકે પેટ્રોલ પંપ પરના ભાવ અત્યારે સ્થિર છે, પરંતુ ઔદ્યોગિક ડીઝલ મોંઘું થવાથી મોંઘવારીનું ચક્ર ગતિમાન થશે.સિમેન્ટ, સ્ટીલ અને અન્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં મશીનરી ચલાવવા ડીઝલ વપરાય છે. ખર્ચ વધતા આ વસ્તુઓ મોંઘી થશે.મોટા જનરેટર (DG સેટ) પર ચાલતા ઉદ્યોગો અને હાઉસિંગ સોસાયટીઓમાં વીજળીનો ખર્ચ વધશે.મોટા મોલ, ઓફિસ કોમ્પ્લેક્સ અને હોસ્પિટલોમાં બેકઅપ પાવર માટે ડીઝલ વપરાય છે, જે અંતે ગ્રાહકોના બિલમાં ઉમેરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments