ઈરાન-યુએસ-ઇઝરાયલ યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવ્યો છે.જેના કારણે LPG અને કુદરતી ગેસના પુરવઠા પર નોંધપાત્ર અસર પડી છે.તેના જવાબમાં,ભારતના પેટ્રોલિયમ મંત્રાલયે કુદરતી ગેસની ફાળવણી માટે સ્પષ્ટ પ્રાથમિકતા યાદી જારી કરી છે
ઈરાન-યુએસ-ઇઝરાયલ યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવ્યો છે.જેના કારણે LPG અને કુદરતી ગેસના પુરવઠા પર નોંધપાત્ર અસર પડી છે.તેના જવાબમાં,ભારતના પેટ્રોલિયમ મંત્રાલયે કુદરતી ગેસની ફાળવણી માટે સ્પષ્ટ પ્રાથમિકતા યાદી જારી કરી છે. ગેસની અછતની સ્થિતિમાં, હવે તે નક્કી કરવામાં આવ્યું છે કે કયા ક્ષેત્રને સૌથી વધુ ગેસ મળશે.સરકારે જણાવ્યું છે કે ઘરેલુ વપરાશકર્તાઓ અને આવશ્યક ક્ષેત્રોને કોઈ અછતનો સામનો કરવો પડશે નહીં. તેથી, તેમને 100% પુરવઠો મળશે, એટલે કે કોઈ કાપ નહીં આવે. આમાં શામેલ છે:
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો. ટ્રમ્પે સંકેત આપ્યો કે આ ક્ષેત્રમાં યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે, જેનાથી વૈશ્વિક તેલ પુરવઠામાં લાંબા સમય સુધી વિક્ષેપ પડવાની આશંકા ઓછી થઈ શકે છે.

મધ્ય પૂર્વ (Middle East) માં વધતા જતા તણાવ અને યુદ્ધની સ્થિતિએ વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ મચાવ્યો છે. ભારત માટે આ સ્થિતિ બેવડો ફટકો સાબિત થઈ શકે તેમ છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું 80% થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે.જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ નિયંત્રણ બહાર જાય, ત્યારે દેશના નાણાકીય ગણિત બગડવા લાગે છે. આ ગંભીર મુદ્દા પર સરકારના સંભવિત પગલાં અને અસરો નીચે મુજબ છે:
ક્રૂડ ઓઇલ મોંઘું થતા સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડે છે.જેમાં ડીઝલના ભાવ વધતા શાકભાજી,અનાજ અને અન્ય ચીજવસ્તુઓના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે, જે અંતે ગ્રાહકોના ખિસ્સા પર ભાર નાખે છે. ત્યારે ઓઇલ ખરીદવા માટે વધુ ડોલર ચૂકવવા પડતા હોવાથી ડોલર સામે રૂપિયો નબળો પડી શકે છે.
સરકાર પાસે આ સંકટને પહોંચી વળવા માટે મર્યાદિત પરંતુ અસરકારક વિકલ્પો છે કે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો: જો આંતરરાષ્ટ્રીય ભાવ ખૂબ વધે, તો સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને સામાન્ય જનતાને રાહત આપી શકે છે. જોકે, આનાથી સરકારની ટેક્સની આવકમાં ઘટાડો થાય છે.રશિયા-યુક્રેન યુદ્ધ સમયે ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદ્યું હતું. સરકાર ફરીથી એવા દેશો સાથે વાતચીત કરી શકે છે જે ડિસ્કાઉન્ટ ભાવે તેલ આપી શકે.વ્યૂહાત્મક તેલ ભંડાર (Strategic Petroleum Reserves): ભારત પાસે કટોકટીના સમય માટે અનામત તેલનો જથ્થો છે. સરકાર આ ભંડારમાંથી તેલ છોડીને બજારમાં સપ્લાય જાળવી રાખવાનો પ્રયાસ કરી શકે છે.લાંબા ગાળાના ઉકેલ તરીકે સરકાર ઇથેનોલ મિશ્રણ અને ઇલેક્ટ્રિક વાહનો (EV) પર વધુ ભાર મૂકી રહી છે જેથી તેલ પરની નિર્ભરતા ઘટે.
ભારત માટે આ માત્ર આર્થિક નહીં પણ રાજદ્વારી કસોટી પણ છે. ભારત મધ્ય પૂર્વના દેશો (ખાસ કરીને ઇઝરાયેલ, ઈરાન અને સાઉદી અરેબિયા) સાથે સારા સંબંધો ધરાવે છે. ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર શાંતિની અપીલ કરીને સપ્લાય ચેઇન ખોરવાય નહીં તેવા પ્રયાસો તેજ કરશે.


